Corona VirusGujarathealthIndiaInternationalNews

કોરોના: ભારતમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 54000 થી વધુ કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 35000 ને પાર

દેશમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી જ રહ્યા છે ત્યારે હવે કુલ સંક્રમિતોની સંખ્યા 16 લાખ 39 હજાર 350 થઈ ગઈ છે. ગઈકાલે એક જ દિવસમાં દેશમાં કોરોના ના 54,750 કેસ નોંધાયા હતા જે આજ સુધીના સૌથી વધુ કેસ છે. ગઈકાલે 24 કલાકમાં કોરોના ના કારણે દેશમાં 783 લોકોના મોત થયા છે.

જો કોરોનાથી થયેલ મોતનો આંકડો જોઈએ તો ભારતે ઈટાલીને પણ પાછળ છોડી દીધું છે. ભારતમાં કોરોનાથી 35 હજાર 786 લોકોના મોત થયા છે. કોરોનાથી મોતના કેસમાં સૌથી આગળ અમેરિકા છે. ત્યાં 1 લાખ 54 હજાર 963 લોકોના મોત થયા છે. ઈટલીમાં 35,132 લોકોના કોરોનાથી મોત થયા છે.

ભારતમાં મહારાષ્ટ્રમાં ગઈકાલે એક જ દિવસમાં 11 હજાર 147 કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતનો નો આંકડો 4,11,000 ને પણ પર કરી ગયો છે. ગુજરાતમાં પણ હવે દરરોજ 1100 થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં દિલ્હી,મહારાષ્ટ્ર,તામિલનાડુ, ગુજરાતમાં વધુ કેસ સામે આવી રહ્યા છે.

Back to top button