BollywoodIndiaNews

સુશાંતસિંહ રાજપૂતના એકાઉન્ટમાંથી ક્યારે ક્યારે કેટલા રૂપિયા ઉપાડવામાં આવ્યા, જુઓ આખી બેન્ક ડિટેઇલ

સુશાંતસિંહ આપઘાત કેસ મામલે સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી પર સુશાંતના પૈસા નો ઉપયોગ કરવા જેવા મોટા આરોપ લગાવ્યા છે. સુશાંતના પિતાએ કરેલી ફરિયાદ મુજબ રિયાએ સુશાંતના 15 થી 17 કરોડ રૂપિયા બેન્કમાંથી ઉપાડી લીધા હતા. જો કે હવે સુશાંતના સીએ એ આ મામલે ખુલાસાઓ કર્યા છે.સુશાંતસિંહ રાજપૂત ના સીએએ કહ્યું કે સુશાંતના પિતા દ્વારા કરવામાં આવેલા દાવાની સામે સુશાંતના ખાતામાંથી બહુ ટ્રાન્ઝેક્શન થયું નથી.

સુશાંતના પરિવારે દાવો કર્યો છે એટલા રૂપિયા તેમના ખાતામાં હતા જ નહીં. સી.એ. સંદીપ શ્રીધરે જણાવ્યું હતું કે રિયાના ખાતામાં મોકલવામાં આવેલી હજાર રૂપિયા ફી અને રિયાની માતા દ્વારા મોકલેલા 33000 રૂપિયા સિવાય કોઈ મોટો વ્યવહાર થયો નથી.

સંદિપે કહ્યું કે સુશાંત એક ફિલ્મ સ્ટાર હોવાને કારણે તેણે પોતાની જીવનશૈલી પાછળ ખર્ચ મેઇન્ટેન કરવો પડતો હતો. તે ખરીદી, મકાન ભાડુ અને મુસાફરીમાં ખર્ચ કરતો હતો.સંદીપે જણાવ્યું હતું કે સુશાંત અને રિયા ઘણી વખત સાથે મુસાફરી કરતા હતા. આ સિવાય છેલ્લા એક વર્ષમાં સુશાંતની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

તો આ રીતે તેના ખાતામાં એટલા પૈસા નહોતા જેટલા એફઆઇઆરમાં કહેવામાં આવ્યાં હતાં. સંદીપે જણાવ્યું હતું કે તે એક વર્ષથી વધુ સમયથી સુશાંતના ખાતાને સંભાળી રહ્યો છે. સુશાંતના સીએએ જણાવ્યું હતું કે સુશાંતે સીધી રિયાના પરિવારને કોઈ રકમ મોકલી નહોતી. જો કે તેમના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દેખાતા નથી.

બાકીના 2.78 કરોડ રૂપિયા આમાંની કેટલીક વસ્તુઓમાં જાન્યુઆરી 2019 થી જૂન 2020 સુધી ખર્ચ કરવામાં આવ્યા હતા.
61 લાખની રકમ Kwa ને આપી હતી. 2 કરોડના કોટક મહેન્દ્રમાં ટર્મ ડિપોઝિટ. 3.87 લાખ રૂપિયા ભાડા માટે આપ્યા હતા.

આ ઉપરાંત તેણે લોનાવાલા ના ફાર્મહાઉસનું 26.40 લાખનું ભાડુ આપ્યું હતું. 4.87 લાખ મુસાફરીમાં ખર્ચ કર્યો. 50 લાખનો ખર્ચ વિદેશ પ્રવાસમાં કર્યો છે. આસામથી કેરળ સુધી 2.5 કરોડ રૂપિયામાં પ્રવાસ કર્યો. મિલાપને દાનમાં 9 લાખ આપ્યા હતા.

Back to top button