IndiaNews

વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ કંપનીમાં ક્રેન પડતા 10 લોકોના મોત, જુઓ

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના હિન્દુસ્તાન શિપયાર્ડ ખાતે એક દુઃખદ અકસ્માત થયો છે. વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં ભારે ક્રેન પડી હતી, જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં એક વ્યક્તિ પણ ઘાયલ છે.મુખ્ય પ્રધાન વાય.એસ. જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર અને શહેરના પોલીસ કમિશનરને ક્રેન અકસ્માતની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.

કાટમાળ નીચે ફસાયેલા કેટલાક લોકોને બચાવ અને રાહત કામગીરીના ભાગરૂપે બચાવી લેવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં, ક્રેન પડતાનો એક વીડિયો બનાવવામાં આવ્યો છે, જે શિપયાર્ડના બીજા ભાગમાંથી બનાવવામાં આવ્યો છે. ક્રેન પડ્યા બાદ ચારેબાજુaઅફરાતફરી મચી ગઈ હતી.

ડીસીપી સુરેશ બાબુએ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે હિન્દુસ્તાન શિપયાર્ડમાં ક્રેન પડી જવાને કારણે આટલો મોટો અકસ્માત થયો છે. આમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

Back to top button