BollywoodIndia

અભિષેક બચ્ચન લાંબા સમયથી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહયા હતા, આજે…

દેશમાં કોરોના ના કેસનો આંકડો 20 લાખને પણ પાર કરી ગયો છે ત્યારે દેશના હાઈપ્રોફાઇલ લોકો પણ કોરોનથી બચી નથી શક્યા. મહાનાયક તરીકે જાણીતા અમિતાભ બચ્ચન ના આખા પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા બચ્ચન અને આરાધ્યા બચ્ચન ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

29 દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ આખરે અભિષેક બચ્ચન પોતાના ઘરે પાછા ફરવા તૈયાર છે. અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ મળ્યા બાદ 11 જુલાઇએ મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમનો ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે અને તેઓ ઘરે જવા તૈયાર છે. અભિષેકે ખુદ આ ખુશખબર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

બચ્ચને પોતાના કેર બોર્ડનો ફોટો શેર કર્યો છે. આ બોર્ડ પર લખ્યું છે કે તે છેલ્લા 29 દિવસથી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં છે અને હવે તે ડિસ્ચાર્જ થઇ શકે છે. અભિષકે કહ્યું, મારા માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. હું ખૂબ જ ખુશ છું કે હું ઘરે પાછો આવી રહ્યો છું. મારી અને મારા પરિવારની સારી સંભાળ રાખવા બદલ હું નાણાવટી હોસ્પિટલના ડોકટરો અને નર્સોનો આભારી છું.

જણાવી દઈએ કે 11 જુલાઈએ અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન હળવા તાવ અને શ્વાસ લેવામાં તકલીફ સાથે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યારે બંનેના કોરોના ટેસ્ટ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.તે જ રાત્રે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Back to top button