India

Paytm એ પોતાનું નામ Binod કર્યું : સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહેલ આ Binod શું છે જાણો

ભારતીય ઇ-કોમર્સ પેમેન્ટ સિસ્ટમ અને ફાઇનાન્સિયલ ટેક્નોલોજી કંપની Paytm એ તેના ટ્વિટર એકાઉન્ટનું નામ Binod કરી દીધું છે. તે સમજી શકાય તેવું છે કે ગબ્બર નામના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ચેલેંજ આપ્યા બાદ પેટીએમએ આ પગલું ભર્યું છે. બિનોદ કોણ છે? binod સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કેમ કરી રહ્યો છે. આ નામનો અર્થ શું છે? ચાલો જાણીએ,

યુટ્યુબ પર એક વિડિઓ છે – Why Indian Comments Section is Garbage (Binod). આ નામ આ વિડિઓમાં બતાવવામાં આવ્યું છે. તે સમજાવે છે કે કેટલાક લોકો ફક્ત કોમેન્ટ બોક્સમાં પોતાનું નામ મૂકીને છોડી દે છે. આમાંનું એક નામ બિનોદ છે.આ વિડિઓમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો બિનોદ જેવા તેમના નામ, કુટુંબ, કાર્ય, સ્થળ વગેરે વિશે કમેન્ટ કરે છે. કેટલાક લોકો ફક્ત ટિપ્પણીઓને બદલે સંપૂર્ણ લેખ લખે છે. આ વીડિયોને 37 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

આ નામ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયું છે. મુંબઈ પોલીસ, નાગપુર પોલીસ તેમજ દેશની મોટી સંસ્થાઓ પણ આ હેશટેગ સાથે ટ્વીટ કરી રહી છે. આજે કોઈએ Paytm કે તમે નામ બદલીને Binod રાખો, ત્યાં પેટીએમ એ ચેલેંજ સ્વીકારી લીધી અને ટ્વીટર પર પોતાનું નામ Binod રાખી દીધું. Binod વિશે રમુજી Meme જુઓ,

Back to top button