BollywoodIndia

બૉલીવુડ અભિનેતા સંજય દત્તની તબિયત બગડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા

બોલિવૂડ અભિનેતા સંજય દત્તની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. જે બાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી.તેમનો રેપિડ ટેસ્ટ કરાતા કોરોના રિપોર્ટ નેગેટીવી આવ્યો છે. હાલમાં સંજય દત્તને નોન-કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જો હાલત સ્થિર થાય તો તેમને આવતીકાલે રજા આપવામાં આવશે.

સંજય દત્ત આ સમયે પરિવારથી દૂર રહે છે. લોકડાઉનના સમયથી પત્ની માન્યતા સંતાનો શહરાન અને ઇકરા બંને સાથે દુબઇમાં છે. સંજય દત્ત છેલ્લા ઘણા સમયથી તેના પરિવારને યાદ કરી રહ્યો હતો. તેઓએ સોશ્યલ મીડિયા પર પરિવાર સાથે ફોટા મૂકીને પણ તેમની લાગણી પણ વ્યક્ત કરી છે. થોડા દિવસો પહેલા તેણે પત્ની માન્યતા ને જન્મદિવસની શુભકામના પણ આપી હતી. હાલ તો સંજય દત્તની હાલત સ્થિર હોવાનું સામે આવી રહયું છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. ફિલ્મ અને ટેલિવિઝનની દુનિયાના સ્ટાર્સ પણ આનાથી બચી શક્યા નથી. અગાઉ બૉલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન નો પરિવાર પણ કોરોનની ઝપેટમાં આવ્યો હતો.પરંતુ હવે અમિતાભને હોસ્પિટલમાંથી રજા આપ્યાના કેટલાક દિવસો પછી અભિષેકને પણ આજે રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત અનુપમ ખેરના પરિવારના સભ્યો પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.

Back to top button