GujaratIndia

અનામત આંદોલનો ને કારણે મળેલ EWS નો લાભ લઈને 83 ઉમેદવારોએ UPSC પરીક્ષા પાસ કરી, બનશે IAS, IPS

દેશમાં સરકારી ક્ષેત્રે કામ કરતા હોય તેવા સૌથી ટોચના અધિકારીઓની ભરતીયુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC કરે છે. આ પરીક્ષાનું 2019 નું પરિણામ તાજેતરમાં જ જાહેર કરાયું છે. UPSC ની સિવિલ સર્વિસ ની પરીક્ષામાં દેશના કુલ 927 જેટલા ઉમેદવારો પાસ થયા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી ઉતીર્ણ થયેલા ઉમેદવારોમાં સામાજિક પછાત થી લઈને 25 લાખની નોકરીનું પેકેજ છોડીને આવેલા ઉમેદવારો પણ છે.

પાસ થયેલા કુલ ઉમેદવારોમાં જનરલ કેટેગરીમાં 397 ઉમેદવારો, EWS કેટેગરીમાં 83 ઉમેદવારો, OBC કેટેગરીમાં 251 ઉમેદવારો, SC કેટેગરીમાં 127 ઉમેદવારો અને ST કેટેગરીમાં કુલ 67 ઉમેદવારોંનો સમાવેશ થાય છે.

જો કે આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં EWS અંગે ખુવે ચર્ચા થઇ રહી છે. અનેકે લોકો EWS નો વિરોધ કરી રહયા છે. UPSC દ્વારા આજે કટ ઓફ જાહેર કરાયું છે જેમાં General – 961 માર્ક્સ, OBC – 925 માર્ક્સ, EWS – 909 માર્ક્સ, SC – 898 માર્ક્સ, ST – 893 માર્ક્સ કટ ઓફ છે. લોકો વિરોધ કરી રહયા છે કે EWS નું કટ ઓફ ઓબીસી કરતા પણ ઓછું છે અને લગભગ SC, ST ની નજીક જ છે.

EWS અનામત: ગુજરાતમાં 2015માં હાર્દિક અપટેલ અને અન્ય આગેવાનો દ્વારા પાટીદાર સમાજને અનામત મળે એ હેતુથી મોટું આંદોલન કરવામાં આવ્યું હતું. 2015 થી ચાલતા આ આંદોલને ગુજરાત ભાજપની ઊંઘ ઉડાડી દીધી હતી. આંદોલન 2017 સુધી ચાલ્યું હતું જેમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ અનામત આંદોલન થયા હતા અને કેન્દ્ર સરકાર પણ ભીંસમાં આવી હતી.

ગુજરાતમાં 10% અનામતના નામે લોલીપોપ આપ્યા બાદ કેન્દ્ર સરકારે દેશમાં EWS લાગુ કર્યું હતું. EWS માં અનામત કેટેગરીમાં ના આવતા અને જેની આવક વર્ષે 8 લાખ કરતા ઓછી હોય તેવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Back to top button