India

ખેતરમાંથી એક સાથે 11 લોકોના મૃતદેહો મળ્યા, કારણ જાણીને ચોંકી જશો

રાજસ્થાનના જોધપુર માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દેચુ પોલીસ સ્ટેશન વિસ્તારના લોડતા હરિદાસોતા ગામ નજીક 11 લોકોના મૃતદેહ એક સાથે મળ્યા હતા. આ 11 લોકોમાં ચાર મહિલાઓ, બે બાળકો અને 5 પુરુષો શામેલ છે. સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.

આ બનાવની માહિતી મળતાની સાથે જ પોલીસ પ્રશાસન એલર્ટ થઈ ગયું હતું અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સિવાય ફોરેન્સિક તપાસ માટે ટીમને બોલાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 11 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. એફએસએલની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. આ તમામ મૃતક લોકો એક જ રૂમમાં સૂતા હતા.

આ 11 લોકો પાકિસ્તાની શરણાર્થી હોવાનું સામે આવ્યું છે. તે બધા અહીં ખેતીકામ કરતા હતા. પાકિસ્તાનથી વિસ્થાપિત લોકો માટે કામ કરતા સંગઠનના નેતા હિન્દુસિંહ પણ લોટા હરિદાસોતા ગામ પહોંચવાના છે.ઘટના સ્થળે ગામલોકોની ભારે ભીડ જમા થઇ ગઈ હતી. આમાંથી એક પાકિસ્તાની શરણાર્થી નથી અને બહારનો છે, પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ મૃતકોના પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી છે.

આખા પરિવારમાંથી ફક્ત કેવલરામ બચી ગયો હતો. તેના માતા-પિતા ઉપરાંત 1 ભાઈ અને 3 બહેનો, 2 પુત્ર અને 1 પુત્રીનું મોત થયું છે. પોલીસ કેવલરામની પૂછપરછ કરી રહી છે.પોલીસે ઘરની આસપાસનો આખો વિસ્તાર સીલ કરી દીધો છે.

Back to top button