AhmedabadGujaratMadhya Gujarat

ગુજરાત ભાજપના આ દિગ્ગ્જ મંત્રીના ભાઈએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

હાલ કોરોના ના કપરા કાળમાં અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી રહયા છે ત્યારે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના ભાઈ ગૌતમભાઈ પટેલે આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આજે સવારે શીલજ ખાતે પોતાના ઘરે તેમણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે.

ગૌતમભાઈ પટેલે ઘરે ઉપરના માળે જઈને ગળાફાંસો ખાધો હતો. તેમણે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે હજુ સામે આવ્યું નથી.આત્મહત્યા સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે જ હાજર હતા. આ ઉપરાંત કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી.

જણાવી દઈએ કે 63 વર્ષીય ગૌતમ પટેલ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.તેઓ મંત્રી કૌશિક પટેલના પિતરાઈ ભાઈ છે. તેમણે રૂમમાં જઇ ને દુપટ્ટાથી પંખામાં ફાંસો બનાવી આપઘાત કર્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે.

Back to top button