GujaratMadhya GujaratNorth GujaratSaurashtraSouth Gujarat

આજથી 20 તારીખ સુધી હેલ્મેટ ડ્ર્રાઈવ: વધુમાં વધુ લોકોને દંડ કરવા ઉપરથી આદેશ

ગુજરાત સહીત દેશભરમાં ટ્રાફિકના નિયમો કડક કરીને દંડમાં મોટો વધારો કરાયો છે ત્યારે હવે ગુજરાતના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આજે 9મી સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી ગુજરાત પોલીસ  હેલ્મેટ ડ્રાઇવ શરુ કરી રહી છે. ઉપરથી આદેશ અપાયો છે કે 20 તારીખ સુધી વધુમાં વધુ લોકો ને દંડ કરવામાં આવે.હેલ્મેટ ડ્ર્રાઈવમાં હેલ્મેટ ન પહેરનાર વાહનચાલક ને પકડવામાં આવશે અને દંડ કરવામાં આવશે.

છેલ્લા કેટલાક  મહિનાઓથી લોકડાઉન અને કોરોના ના કારણે પોલીસ પણ થોડી નરમ રહી હતી પણ હવે ઉપરથી અપાયેલા આદેશ મુજબ આજથી પોલીસ હેલ્મેટ વગરનાઓને છોડશે નહીં.

જણાવી દઈએ કે જયારે પોલીસ તમને રોકે ત્યારે અન્ય દસ્તાવેજો પણ માંગી શકે છે જે તમે તમારા ફોન દ્વારા ડિજિટલ લોકરથી પણ બતાવી શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપ દ્વારા તમે કોઈ પણ દસ્તાવેજ પોલીસને બતાવી શકો છો.

લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો 500 રૂપિયા દંડ કરવામાં આવે છે આ દંડ જો બીજી વખત પકડાય તો 1000 રૂપિયા લેવાય છે. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 રૂપિયા દંડ લેવાય છે.હેલ્મેટ ન પહેરવા પર પણ 500 રૂપિયા દંડ લેવામાં આવે છે.

Back to top button