GandhinagarGujaratMadhya Gujarat

22 ફૂટ ઊંચી લોખંડની સીડી હાઈટેંશન વાયર સાથે અથડાઈ, કરંટ લગતા 5 લોકોના મોત

ગાંધીનગરના સાંતેજ-વડાસર રોડ પર નવી બની રહેલી કંપનીમાં વીજળીના કરંટ ને કારણે 5 કામદારોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 3 મજૂરો કરંટના કારણે ઘાયલ થયા છે. આ તમામ કામદારો 22 ફૂટ ઊંચી લોખંડની સીડી લઈ જતા હતા,ત્યારે 11 હજાર વોલ્ટેજ હાઈ-ટેન્શન લાઇન સાથે અથડાયા હતા.

મિલન એસ્ટેટમાં નવી ફેબ્રીકેશન ની ફેક્ટરી છે ત્યાં આજે કામગીરી ચાલી રહી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે 5 કામદારોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃત્યુ પામેલા મજૂરોમાં અમદાવાદના 4 અને એક ઝારખંડના હતા. બાકીના ત્રણ મજૂર રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી છે. ઘટના બાદ મામલતદાર, પોલીસ અને જીઇબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગુનો દાખલ કર્યો હતો.

મૃતકોમાં કાર્તિક બીસે(18), મહેશ વશરામભાઇ કુલેરે (35), ભાવુજી ઠાકોર (32), પંકજ હિંમતભાઇ વાલીયા (35) અને બજરંગી રાય નારાયણ રાય (35) ઝારખંડના રહેવાસી છે.

Back to top button