IndiaPolitics

રિયા જેલ પહોંચી,કંગના મુંબઈ પહોંચી પણ GDP ક્યાં પહોંચી તે કોઈ ન્યૂઝચેનલો કેમ નથી બતાવતી

આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ ભગવંત માન સરકારની ખામીયુક્ત નીતિઓ નો હંમેશા વિરોધ કરતા આવ્યા છે. આ વખતે ભગવંત માને મોદી સરકાર સાથે ગોળી મીડિયા પર પણ નિશાન સાધ્યું છે. તેમણે ગંભીર મુદ્દાઓ બાબતે મીડિયા દ્વારા ન બોલવું અને મોદી સરકારનો બચાવ કરવા અંગે પોતાની વાર રાખી છે.

આ વખતે તેમણે ગોદી મીડિયાને ઘેરતા લખ્યું છે કે, ગોદી મીડિયા જણાવી રહી છે એક રિયા જેલ પહોંચી, કંગના ચંદીગઢ પહોંચી,CBI સુશાંત પહોંચી,BMC કંગના ની ઓફિસે પહોંચ્યું, કંગના મુંબઈ પહોંચી,પણ લોકો પૂછી રહ્યાં છે કે બેરોજગારી ક્યાં પહોંચી? ચીન ની સેના ક્યાં સુધી પહોંચી? GDP આટલી નીચે કેમ પહોંચી?

ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિનાથી દેશની દરેક ન્યુઝ ચેનલોમાં સુશાંત ના જ સમાચાર આવી રહ્યાં છે. સુશાંત ના જ સમાચાર બતાવીને દેશની અનેક ઘટનાઓથી લોકોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. લાખો લોકો બેરોજગાર થયા છે, કોરોના ના કેસ હજુ પણ વધી રહ્યાં છે, GDP માં કડાકો થયો છે. અર્થવ્યસ્થા પડી ભાંગી છે ત્યારે એક પણ ન્યુઝ ચેનલો આ અંગે ન્યુઝ નથી બતાવી રહી.

Back to top button