BjpCongressGujaratHardik PatelPoliticsSouth Gujarat

ભાજપના સીઆર પાટીલ બાદ હવે કોંગ્રેસના હાર્દિક પટેલની મુર્ખામી: સભાઓમાં ભીડ ભેગી કરવા છતાં પોલીસ નેતાઓ સામે નથી લેતી એક્શન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય પાર્ટીના નેતાઓ ભાન ભૂલી ગયા હોય તેવું દેખાઈ છે. કોરોના મહામારીમાં ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના ના કેસ વધી રહ્યા છે, લોકોને માસ્ક વગર બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે. સોશિયલ ડિસ્ટન્સ નું પાલન પણ ફરજીયાત છે.છતાં રાજ્યની સત્તાધારી પાર્ટી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના નેતાઓ બેફામ રેલીઓ,સભાઓ કરી રહ્યાં છે.

ભાજપના નવા પ્રમુખ સીઆર પાટીલ અને અન્ય નેતાઓએ તો હદ જ વટાવી દીધી હતી.છેલ્લા એક મહિનાથી રાજ્યભરમાં રેલીઓ, સભાઓ અને રસ્તા પર ગરબા ના આયોજન કરીને સીઆર પાટીલ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સભાઓ,રેલીઓમાં સામેલ થયેલા ભાજપના દિગ્ગ્જ નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે ખુદ સીઆર પાટીલ નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે ત્યારે હવે સભાઓ બંધ થઇ છે.

સત્તાધારી પાર્ટીને સવાલો કરવાનું કામ વિપક્ષનું હોય છે પણ અહીં તો ખુદ વિપક્ષ પણ મુર્ખામી કરી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પણ સીઆર પાટીલ ના રસ્તે ચાલી રહ્યા છે. હાર્દિક પટેલ સહિત અમિત ચાવડા અને પરેશ ધાનાણી ઠેર ઠેર સભાઓ યોજીને ભીડ ભેગી કરી રહ્યાં છે.સભામાં ન તો સોશિયલ ડિસ્ટન્સ હોય છે કે ન તો કોઈએ સરખું માસ્ક પહેર્યું હોય છે.

હાર્દિક પટેલે ગઈકાલે ડાંગમાં સભા યોજી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થયું નહોતું તે તો સ્પષ્ટ દેખાય છે પણ ખુદ હાર્દિકે અપલોડ કરેલા ફોટો જોઈએ તો દેખાય છે કે કોઈએ મોં પર સરખું માસ્ક પણ પહેર્યું નથી. ગુજરાત સરકાર અને પોલીસ આમ જનતાને નવા નવા કાયદાઓ,નિયમો સમજાવીને હજરો રૂપિયા દંડ પડાવે છે પણ આવા નેતાઓ સામે તેમની બોલતી બંધ થઈ જાય છે.

Back to top button