GujaratSouth GujaratSurat

સુરત: રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ આપઘાત કરી લીધો, તાપી નદીમાં ઝંપલાવ્યું

સુરતમાં રત્નકલાકારો માટે ચોંકાવનારા સમાચાર આવ્યા છે.કામરેજ તાપી નદીના પૂલ પરથી રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કૂદીને આપઘાત કરી લીધો છે. જયસુખ ગજેરાએછલાંગ લગાવ્યાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.તાપી નદીમાંથી જયસુખ ગજેરાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આર્થિક રીતે નબળાઈને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

જયસુખભાઈએ રાત્રે જ ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ સાથે વાત કરી હતી અને રાજીનામુ આપવાનું કહ્યું હતું. બાદમાં તેમણે તાપીમાં છલાંગ લગાવી હતી.તેમનો ફોન ન લાગતા શોધખોળ હાથ ધરાઈ હતી. તેમનું બાઈક અને ચપ્પલ કામરેજના બ્રિજ પાસેથી મળી આવતા નદીમાં તપાસ હાથ ધરાઈ હતી.

જયસુખ ગજેરા રત્નકલાકારોના પ્રશ્નોના ઉકેલ લાવવા હંમેશા કામ કરતા હતા. રત્નકલાકારોના કોઈ પણ પ્રશ્ન ના નિરાકરણ માટે તેઓ મહેનત કરતા હતા. સરકારે હાઈકોર્ટમાં કોરોનાના ફેલાવા માટે રત્નકલાકારોને જવાબદાર ગણાવ્યા ત્યારે તેઓ હાઇકોર્ટ સામે લડવા પણ તૈયાર થયા હતા.

Back to top button