GujaratMadhya GujaratNorth GujaratSaurashtraSouth Gujarat

રાજ્યમાં આગામી 5 દિવસમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આ સીઝનમાં વધુ વરસાદ વરસી ચુક્યો છે ત્યારે ફરીવાર હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.હાલમાં ખેડૂતો વાવેતર કરી રહયા છે ત્યારે વરસાદની આગાહી પણ છે.આ વર્ષે રાજ્યમાં એવરેજ 121 ટકા વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ ની શક્યતા છે. ગઈકાલે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો હતો એ આજે પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે.

ગુજરાતમાં આગામી ચાર દિવસ અમુક વિસ્તારોમાં માધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીમાં માધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.હાલમાં સૌરાષ્ટ્ર,દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે સાબરકાંઠાના તલો માં 4 વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે સામાન્ય વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આજે 12 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા પણ વધી છે.અગાઉ ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોના પાક ધોવાઈ ગયા હતા. જો 4 દિવસ વરસાદ વર્ષે તો ખેડૂતોને નુકસાન થાય તે સ્પષ્ટ છે.

Back to top button