ડરથી અમેરિકા ભાગેલી વૈજ્ઞાનિકે કહ્યું: ચીને જ કોરોના વાયરસ બનાવ્યો છે, સબૂત આપીશ
ચીનથી ડરીને અમેરિકા ભાગી ગયેલા એક વાઇરોલોજિસ્ટે દાવો કર્યો છે કે બેઇજિંગે કોરોના વાયરસ પેદા કર્યો અને પછી રોગચાળો છુપાવવાનો પ્રયાસ કર્યો. ડો.લી મેંગ યાને કહ્યું છે કે તે પુરાવા રજૂ કરવા જઈ રહી છે જે સાબિત કરશે કે કોરોના વાયરસ ચીનની લેબમાં તૈયાર થયો છે.
ડો.લી મેંગ યાન કહે છે કે તે આવા પુરાવા રજૂ કરશે કે વૈજ્ઞાનિક સમુદાયની બહારના લોકો પણ સમજી જશે કે માણસોએ આ વાયરસ તૈયાર કર્યો છે. લી મેંગ યાન હોંગકોંગ યુનિવર્સિટીમાં સંશોધનકાર તરીકે કામ કરતી હતી જ્યારે તેણે કોરોના વાયરસનો અભ્યાસ શરૂ કર્યો.ડેઇલી મેઇલના અહેવાલ મુજબ તેના જીવનને જોખમ લાગ્યું પછી લી મેંગ યાન અમેરિકા ગઈ અને ત્યાં એક ગુપ્ત જગ્યાએ રહેતી. લી મેંગ યેને કહ્યું છે કે ચીની સરકારે તેમનાથી સંબંધિત તમામ માહિતીને સરકારી ડેટાબેઝમાંથી કાઢી નાખી છે.
વાઇરોલોજિસ્ટ લી મેંગ યેને સ્પષ્ટ કહ્યું કે વુહાનની લેબમાં કોરોના વાયરસ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે ચીને આ આરોપને વારંવાર નકારી દીધો છે. લી મેંગ યેને જણાવ્યું હતું કે વાયરસનો જેનોમ સિક્વન્સ આંગળીના છાપ જેવો છે, જેથી તે લેબમાંથી આવ્યું કે કુદરતી રીતે શોધી શકાય.
લી મેંગ યેને કહ્યું કે હોંગકોંગ છોડ્યા પછી સરકારે તેમના વિશેનો તમામ ડેટા ડિલીટ કરી દીધો. તેની સાથે સંકળાયેલા લોકોને અફવાઓ ફેલાવવા માટે કહેવામાં આવ્યું કે તે ખોટો છે અને તેમને કશું ખબર નથી. લિ મેંગ યાન દાવો કરે છે કે તે કોરોના વાયરસનો અભ્યાસ કરનારો પ્રારંભિક વૈજ્ઞાનિક છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરમાં તેમના સુપરવાઇઝરે સાર્સ જેવા કેસની તપાસ કરવાનું કહ્યું હતું. પરંતુ બાદમાં તેને ડરાવવાનું શરૂ કર્યું.