IndiaPolitics

ગૃહમંત્રી અમિત શાહ ને શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

ગૃહમંત્રી અમિત શાહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમિત શાહને ફરી એક વખત દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહને મોડી રાત્રે ફરી એક વખત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ અમિત શાહ ને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. જોકે ગૃહ પ્રધાન અમિત શાહને સારવારના કારણે કોરોના નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.જો કે હવે શ્વાસ લેવામાં મુશ્કેલી હોવાને કારણે અમિત શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહને શનિવારે રાત્રે 11 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમિત શાહ કોરોના વાયરસથી સ્વસ્થ થયા પછી શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે. એઈમ્સના એક સૂત્રએ જણાવ્યું હતું કે અમિત શાહ થોડા સમય હોસ્પિટલમાં રોકાઈ જાય, જ્યાં નિરીક્ષણ હેઠળ તેમની સારવાર કરી શકાય. હાલમાં અમિત શાહને એઈમ્સમાં કાર્ડિયો ન્યુરો ટાવરમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેમને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોની ટીમે તેની સારવાર કરી હતી. લગભગ બે અઠવાડિયામાં અમિત શાહે કોરોનાને હરાવ્યો હતો.

Back to top button