BjpGujaratPoliticsRajkotSaurashtra

ભાજપના દિગ્ગ્જ નેતાની તબિયત અતિ ગંભીર, ડોક્ટરોએ કહ્યું કે લોહીમાં ઓક્સિજન પહોંચતું નથી

ભાજપના દિગ્ગ્જ નેતાની તબિયત અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.રાજ્યસભાના સાંસદ ની હાલત હાલ અતિ ગંભીર છે. મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અમદાવાદથી ત્રણ ડોક્ટર ને પ્લેન દ્વારા સારવાર આપવા માટે મોકલાયા છે. ભાજપના સાંસદ અભય ભારદ્વાજને 16 દિવસ પહેલા કોરોના નો ચેપ લાગ્યો હતો.તેઓ છેલ્લા 16 દિવસથી સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ હતા.

રાજ્યના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ પહોંચ્યા હતા સાથે જ અમદાવાદથી ડો. અતુલ પટેલ, ડો. તુષાર પટેલ અને ડો.આનંદ શુક્લ પણ અભય ભારદ્વાજ ની સારવાર માટે પહોંચ્યા છે. અભય ભારદ્વાજને વેન્ટિલેટરની જરૂર પડી રહી છે. તપાસ બાદ ડો. તુષાર પટેલે જણાવ્યું કે ઓક્સિજનનું પ્રમાણ ઓછુ છે.રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે. લોહીમાં ઓક્સિજન પહોંચતું નથી.

ભુપેન્દ્રસિંહ ચુસાડમાં એ કહ્યું કે તેમનીહાલત અંગે હું કઈ કહી શકું નહીં. સીએમ ના નિર્ણય બાદ હું ડોકટરો સાથે પહોંચ્યો છું. જણાવી દઈએ કે 48 કલાકથી અભય ભારદ્વાજને વેન્ટિલેટર પર રખાયા છે અચાનક તેમને ફેફસાંમાં તકલીફ થતા વેન્ટિલેટરથી શ્વાસ આપવામાં આવી રહ્યા છે.

Back to top button