AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSurat

કોરોના અપડેટ: રાજ્યમાં આજે 1364 કેસ નોંધાયા, રાજકોટ-સુરત માટે ચિંતાજનક સમાચાર

ભારતમાં કોરોના ના કુલ કેસનો આંકડો 50 લાખને પર કરી ગયો છે અને 80000 જેટલા લોકોના મોત થયા છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના બેકાબુ છે.ગુજરાતમાં આજે 24 કલાકમાં 1364 કેસ નોંધાયા છે.રાજ્યમાં કોરોના ના કુલ કેસનો આંકડો 1,17,709 થયો છે.આજે રાજ્યમાં કોરોનાના 85,153 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. 24 કલાકમાં રાજ્યમાં 1447 દર્દીઓ સ્વસ્થ થયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કુલ 12 દર્દીઓના મૃત્યુ થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3259 થયો છે.અમદાવાદમાં આજે 147 કેસ નોંધાયા છે અને 210 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં હવે ફરીવાર કોરોના ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

સુરતમાં પણ કોરોના ફરી બેકાબુ બન્યો છે. સુરતમાં 24 કલાકમાં 174 નવા કેસ નોંધાયા છે. 182 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં 107 કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં જામનગર અને રાજકોટની હાલત ચિંતાજનક છે.રાજકોટમાં કોરોના ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. 24 કલાકમાં જામનગરમાં 108 કેસ, જિલ્લામાં 18 કેસ નોંધાયા છે.તો રાજકોટ શહેરમાં 99 નવા કેસ, જિલ્લામાં 44 કેસ નોંધાયા છે.

Back to top button