Gujarat

રાજ્યના આ વિસ્તારોમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગે કરી આગાહી..

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી થઇ છે.આગામી બે દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે પવન અને ગાજવીજ વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે. ગઈકાલે સૌરાષ્ટ્ર્રમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું પરંતુ આજે તેમાં ઘટાડો થવાની શકયતા છે.

આવતીકાલથી ફરી વરસાદ વધશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી ત્રણ દિવસ માટે થતા રાઉન્ડમાં ગીર સોમનાથ જિલ્લામાં,સૌરાષ્ટ્ર્રમાં જુનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ,નવસારી સહિતના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ભારે વરસાદની શકયતા છે.

જોઈએ તો પાછલા એક અઠવાડિયાથી અમુક જગ્યાએ વધુ વરસાદ પડ્યા પછી ઓછા થતાં જતાં વરસાદના કારણે લોકોને રાહત મળી છે,રાજ્યમાં વરસાદના કારણે ઠંડક પડતાં લોકોને રાહત મળી છે.ગામડાઓમાં ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે,સતત વરસાદના કારણે ખેડૂતોની કમર તુટી ગઇ છે.ખેડૂતો ખુબ જ મુશ્કેલીમાં મૂકાયા છે.

સતત વરસાદના કારણે બચેલો કુચેલો પાક પણ બળવાને આરે પહોચ્યો છે.તો બીજી બાજુ શહેરોમાં પણ વરસાદ વધુ પાડવાના કારણે લોકોને પાણીમાં ફરીને અવાર-જવર માટે તકલીફો વેઠવી પડે છે.આગામી દિવસોમા હવે અમદાવાદમા વરસાદના ઝાપટાં પડે એવી આગાહી કરવામાં આવી છે.રાજ્યના કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ આવી શકે છે.

બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં આંધ્ર પ્રદેશને લાગુ લો પ્રેશર સર્જાયું છે અને સાથોસાથ સાયકલોનિક સરકયુલેશન પણ જોવા મળે છે.આ સિસ્ટમના કારણે ગુજરાત ઉપરાંત તેલંગાણા,મહારાષ્ટ્ર્ર,આંધ્ર પ્રદેશ,કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની શકયતા ઊભી થઈ છે.ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી તા-15.09.2020 અંતિમ 1051.22 મીમી વરસાદ પડ્યો છે,

જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 126.50% વરસાદ પડ્યો છે.વરસાદના કારણે લોકોને રાહત મળી છે.અરબી સમુદ્રમાં પણ સાયકલોનિક સરકયુલેશન છવાયું છે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓફ શોર ટ્રફ સર્જાયું છે.

તા-16,17 અને 18 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદના ઝાપટાં પડે તેવી શક્યતા સાથે વ્યક્ત કરવામાં આવી છે,બંગાળાની ખાડીમાંથી ભેજ ગુજરાત તરફ આવતા તેની અસર વર્તાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.આ સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણી રાજસ્થાન પર પણ એક હળવી સિસ્ટમ કાર્યરત થઇ છે.

જેથી ગુજરાતમાં વરસાદી માહોલ હજી પણ લાંબો સમય સુધી ચાલશે તેવી આગાહી કરવામાં આવી છે.રાજ્યના રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

Back to top button