AhmedabadCorona VirusGujaratMadhya GujaratNewsNorth GujaratRajkotSaurashtraSouth GujaratSurat

કોરોના અપડેટ: રાજ્યમાં આજે 1379 કેસ, રાજકોટની હાલત હવે અમદાવાદ-સુરત જેવી

ગુજરાતમાંઆજે 24 કલાકમાં કોરોના ના 1379 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસ કુલ કેનસો આંકડો 119088 થયો છે.રાજ્યમાં આજે 1652 દર્દીઓ સાજા થયા છે.મહત્વની વાત કરીએ તો આજે ગુજરાતમાં સૌથી વધુ 85,620 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસ કાબુમાં આવી રહ્યો નથી ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોના બેકાબુ થયો છે.અમદાવાદમાં આજે 151 કેસ નોંધાયા છે જયારે સુરતમાં કુલ 280 જેટલા કેસ નોંધાયા છે.અમદાવાદમાં ફરી હાલત ચિંતાજનક થઇ રહી છે. અમદાવાદમાં આજે 4 દર્દીઓના મોત થયા છે.

સૌરાષ્ટ્રમાં જામનગર અને રાજકોટની હાલત પણ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. જામનગરમાં આજે પણ 108 કેસ નોંધાયા છે અને 100 દર્દીઓ સાજા થયા છે.જામનગર જિલ્લામાં 21 કેસ નોંધાયા છે.રાજકોટ શહેરમાં આજે 99 કેસ અને જિલ્લામાં 46 કેસ નોંધાયા છે.રાજકોટની હાલત ગંભીર બનતા આરોગ્ય સચિવ જયંતિ રવિને પણ રાજકોટ મોકલવામાં આવ્યા છે.

Back to top button