AhmedabadGujaratMadhya GujaratNorth GujaratSaurashtraSouth Gujarat

માતાજીના નામે ગરબા ના આયોજન કરનારાઓ મામલે મોટો ખુલાસો, ગરબા ક્લાસના માલિકો દ્વારા ગુજરાતના લોકોને મારવાનો પ્લાન?

દેશભરમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે અનેક તહેવારો મોકૂફ રાખવાની ફરજ પડી રહી છે. રથયાત્રા,જન્માષ્ટમી જેવા મોટા તહેવારોની ઉજવણી પણ આ વર્ષે કરવામાં આવી નથી ત્યારે હવે નવરાત્રિ નો તહેવાર નજીક આવી રહ્યો છે. ગરબાના આયોજકો અને ગરબા ક્લાસ ના માલિકો કમાણી માટે હવે અવનવા નાટકો કરી રહ્યા છે. એક્સપર્ટ ની સલાહ મુજબ સરકાર આ વર્ષે નવરાત્રિમાં ગરબા ના આયોજન ને મંજૂરી આપવા તૈયાર નથી તે સ્પષ્ટ છે.

ગરબા આયોજકોએ અનેક વખત સરકાર પાસે ગરબા ના આયોજનની મંજૂરી માંગી છે પણ સરકાર તેમને વાયદાઓ આપી રહી છે. એક તરફ અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે ગરબાનું આયોજન મુર્ખામી જ કહેવાય પણ ગરબા આયોજકો તો પોતાના ધંધા નું જ વિચારી રહ્યા છે. ડોકટરો પણ કહી ચુક્યા છે કે જો ગરબાનું આયોજન થાય અને ખેલૈયા કોરોના પોઝિટિવ આવે તો અમે સારવાર નહીં આપીએ.

ગરબા આયોજકો અને ગરબા ક્લાસના માલિકો ને જાણ થઇ ગઈ છે કે આ વર્ષે સરકાર ગરબાના આયોજન ને મંજૂરી નહીં આપે તેથી હવે તેઓ ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગરબા ક્લાસના માલિકો હાલ સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ કરી રહ્યા છે જેમાં ડો.મહેન્દ્ર ભટ્ટના નામનો ઉલ્લેખ કરાયો છે અને ગરબાના ફાયદાઓ જણાવ્યા છે. આ ફોટો સાથે ગરબા ક્લાસના માલિકો લોકોને ક્લાસમાં જોડાવાનું કહી રહયા છે.ગરબાના ફાયદા તમેં વાંચો તો કદાચ હસી હસીને પેટ દુખી જાય.

ફાયદામાં જાણવાયું છે કે, ગરબા રમવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.લોહીનું પરિભ્રમણ વધે છે.ગરબા રમવાથી ગળામાં રહેલો બાલગમ છૂટો પડે છે. 1 ગજની દુરી રાખીને ગરબા રમવાથી કોરોના નથી થતો. સરકાર ગરબાની મંજૂરી આપે તો ગરબા રમવાથી કોઈ નુકસાન નથી.

અમે આ ફોટો ની સત્યતા તપાસવાનું નક્કી કર્યું તો જાણવા મળ્યું કે “મહેન્દ્ર ભટ્ટ” નામના કોઈ ડોક્ટર છે જ નહીં. જે ડોક્ટરના ફોટોનો ઉપયોગ કરાયો છે તેઓ ડો.પરેશ ગોયલ છે જે વિદેશમાં એટલે કે એરિઝોનામાં રહે છે. તેઓ એ ક્યારેય ગર્વના આવા ફાયદા જણાવ્યા નથી. ગરબા ક્લાસના માલિકો એ પોતાની કમાણી માટે રાજ્યના લોકો ને ગેરમાર્ગે દોરીને ગંભીર કૃત્ય કર્યું છે. એક બાજુ તેઓ માતાજીના નામે ગરબા કરી રહયા છે બીજી બાજુ જુઠ્ઠાણું ફેલાવીને પોતાનો ધંધો કરી રહ્યાં છે.

અમદાવદ જેવા મોટા શહેરમાં બેફામ ગરબા ક્લાસ ચાલી રહ્યા છે. આ ક્લાસને મંજૂરી કોણે આપી તે પણ મોટો સવાલ છે. ચાની કીટલીઓ બંધ કરાવીને નાના માણસનો ધંધો છીનવી લેનાર સરકાર આવા ગરબા ક્લાસના માલિકો સામે કોઈ પગલાં ભરશે કે કેમ? આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને માતાજીના નામે ધંધો કરનારાઓને ખુલ્લા પાડો.

Tags
Back to top button