Corona VirusGujaratMadhya GujaratNewsNorth GujaratSaurashtraSouth Gujarat

કોરોના ના કેસ વધતા ગુજરાતમાં ફરી લોકડાઉન લાગુ થશે? જાણો વિગતે

ગુજરાતમાં કોરોના ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અનેક શહેરોમાં લોકો સ્વયંભુ બજારો બંધ રાખતા હોય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના કેસો વધારે નોંધાતા હોય એવાં સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમાં રાજ્યોને લોકડાઉન લાગુ કરવા છૂટ આપી છે ત્યારે ગુજરાતમાં પણ ફરી લોકડાઉન લાગુ કરાશે તેવા સમાચારો આજે સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા.

ગુજરાતની જાણીતી ન્યુઝ ચેનલના લોગો સાથે લોકડાઉન લાગુ થશે તેવી માહિતી લોકો શેર કરી રહ્યા હતા. જો કે ગુજરાત સરકારે પહેલાં જ કહી દીધું છે કે ગુજરાતમાં હવે ક્યાય લોકડાઉન લાગુ કરવામાં આવશે નહી. લોકો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લઇ શકે છે.અગાઉ રાજકોટમાં પણ સ્વયંભુ બજારો બંધ રહી હતી.

આજે આણંદ જિલ્લાના સારસામાં સ્થાનિક લોકો અને વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન નો નિર્ણય લીધો હતો. આ સમાચાર ગુજરાતની જાણીતી ન્યુઝ ચેનલે બતાવ્યા હતા પરંતુ કોઈ વ્યક્તિએ આ સમાચાર સાથે ચેડા કરીને ગુજરાતમાં લોકડાઉન કરાશે તેવા સમાચાર વહેતા કરી દીધા હતા અને લોકોની ચિંતા વધારી દીધી હતી. આ વાયરલ થયેલા સમાચાર તદ્દન ખોટા છે, ગુજરાતમાં હવે લોકડાઉન લાગુ થવાનું નથી તેવું સરકાર અગાઉ કહી ચુકી છે.

Back to top button