GujaratSouth GujaratSurat

સુરતમાં મોટી દુર્ઘટના: ONGC ના ટર્મિનલમાં આગ લાગતા ભૂકંપ જેવો અનુભવ, આખું આકાશ પણ લાલ થઇ ગયું

ગતરાતે સુરતમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મધરાતે ૩ વાગ્યે ધડાકા જેવો અવાજ સંભળાતા સુરતીઓ જાગી ગયા હતા.બારીઓના કાચ હળવાથી અવાજ આવી રહ્યો હતો અને આખું આકાશ લાલ થઇ ગયું હતું. લોકો ડરી ગયા હતા અને બહાર આવીને જોયું તો ખબર પડી કે ONGC કંપનીમાં ગેસલાઈનમાં બ્લાસ્ટ થયો છે અને આગ ફાટી નીકળી છે.

હજીરા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં ઓટોમેટિક પ્લાન્ટની ચેમ્બરમાં ગેસ લીકેજને કારણે મધરાતે ૩ વાગ્યે ૩ વિસ્ફોટ થયા હતા.ધડાકા બાદ પ્રચંડ આગ ફાટી નીકળી હતી જેમાં કરોડોનું નુકસાન થયું હોવાની શક્યતા છે.ગેસ ટર્મિનલમાંથી નીકળતી આગની જ્વાળાઓ અનેક કિલોમીટર દૂર સુધી દેખાતી હતી. બાદમાં પાઈપલાઈનમાં રહેલો ગેસ ચીમનીમાંથી સળગાવતા આજુબાજુ નું તાપમાન લગભગ ૫૦ ડીગ્રી સુધી પહોચી ગયું હતું.

સુરક્ષાને પગલે મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધી રસ્તો બંધ કરી દેવાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ધડાકા બાદ ૩ લોકો ગુમ થયા છે જેમાં એક સિક્યોરિટી ગાર્ડ અને બે લાઈનમેન હતા.

ધડાકા બાદ ONGCના ફાયર વિભાગની 10થી 12 ગાડીઓ તેમજ સુરત ફાયરબ્રિગેડ ની ગાડીઓ પણ પહોચી ગઇ હતી. દુર્ઘટના સ્થળેથી તમામ કર્મચારીઓને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે.

Tags
Back to top button