AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSurat

કોરોના અપડેટ: ગુજરાતમાં આજે કોરોના ના ૧૪૪૨ કેસ નોંધાયા, 12 ના મોત, રાજકોટ-સુરતમાં વધુ કેસ

દેશભરમાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ૧૪૦૦ થી વધુ કોરોના ના કેસ નોંધાઈ રહ્યા છે.આજે ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૪૪૨ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો ૧૩૦૩૯૧ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં કુલ ૬૧૯૧૨ કોરોના ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.રાજ્યમાં આજે કોરોના ના 12 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોના ના કારણે કુલ ૩૩૯૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આજે અમદાવાદમાં ૩,રાજકોટમાં ૨,વડોદારમાં ૩,બનાસકાંઠામાં ૧,ગાંધીનગરમાં ૧, સુરતમાં ૨ એમ મળીને કુલ 12 દર્દીઓના આજે મોત થયા છે. આજે અમદાવાદમાં ૧૬૦ કેસ, સુરતમાં ૩૦૦ કેસ, રાજકોટમાં ૧૪૮ કેસ નોંધાયા છે. સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં કોરોના ના કેસ હજુ પણ વધી જ રહ્યા છે. આજે નોંધાયેલા કેસની વિગતો જુઓ:

Back to top button