GujaratMadhya GujaratNorth GujaratSaurashtraSouth Gujarat

ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ અંગે મોટા સમાચાર, સરકારે નિર્ણય કરી લીધો

કોરોના મહામારી વચ્ચે દેસ્ભ્રમાં અનેક તહેવારોની ઉજવણી નથી કરાઈ ત્યારે હવે નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે.રાજ્યમાં નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન થશે કે નહી તે અંગે કેટલાય દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. ત્યારે આજે સીએમ વિજય રૂપાણીએ આગામી 17થી 25 ઓક્ટોબર દરમિયાન યોજાનાર નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે.

ગરબા આયોજકોએ ગરબાના આયોજન માટે મંજુરી માંગી છે તે અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી પણ રાજ્યકક્ષાનો નવરાત્રિ મહોત્સવ રદ્દ કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે કોરોના વચ્ચે લોકો નવરાત્રિ રમવા ઉત્સુક છે. હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે જરૂરી છે એટલે સરકાર વિચારીને નિર્ણય લેશે.

રાજ્યમાં અનેક શહેરોમાં મોટા ગરબા આયોજકોઈ આ વર્ષે ગરબાનું આયોજન રદ્દ કરી નાખ્યું છે છતાં કેટલાક આયોજકો આવી ગંભીર સ્થિતિમાં પણ ગરબા કરવાના મૂડમાં છે. ગુજરાતના સુપ્રસિદ્ધ ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં પણ આ અવરશે ગરબાનું આયોજન રદ્દ કરાયું છે.

Back to top button