GujaratNewsSouth GujaratSurat

PAAS આગેવાનો ની મુર્ખામી: સાપુતારામાં માસ્ક વગર બેફામ ગરબે ઘૂમ્યા

ગુજરાતમાં હજુ કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે લોકો પણ લોકો ભાન ભૂલી રહ્યા છે. પર્યટન સ્થળો પર લોકો ઉમટી પડ્યા છે. સાપુતારામાં સુરતથી મોટી સંખ્યામાં લોકો મજા માણવા આવી રહ્યા છે ત્યારે સાપુતારાના ટેબલ પોઈન્ટ પર સુરતના પાસ આગેવાનો માસ્ક વગર ગરબે ઘૂમ્યા હતા.

સાપુતારામાં વાહન પાર્કિંગના સ્થળે જ નવરાત્રિ જેવો માહોલ બનાવીને સુરતથી આવેલા પાટીદાર યુવકો ગરબે ઘૂમ્યા હતા જેમાં પાટીદાર અનામત અંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા તેમજ ધાર્મિક માલવિયા પણ જોડાયા હતા. ગરબે ઘૂમતા લોકોને જોવા માટે અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને સામાજીક અંતર પણ રાખ્યું ન હતું.

સાપુતારા તંત્ર પ જાણે ઊંઘમાં હોય તેમને આ અંગે કઈ જ ખબર નથી. હાલ આ ગરબાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં લોકો પાસ આગેવાનો ની પણ નિંદા કરી રહ્યા છે. પાસ સાથે જોડાયેલા યુવકો આડે દિવસે ભાજપની રેલીઓ,સભાઓ નો વિરોધ કરતા હોય છે પણ હવે ખુદ નિયમોના ધજાગરા ઉડાવીને ગરબે ઘૂમી રહ્યા છે. એક સમર્થકે તો સોશિયલ મીડિયામાં એટલે સુધી કહી દીધું કે, “ભલે અમને કોરોના નો બાપ પણ થઇ જાય”

જુઓ વાયરલ વિડીયો,

Back to top button