Corona VirusGujaratNewsRajkotSaurashtra

રાજકોટ: કોરોના દર્દીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા જે માહિતી સામે આવી તે જાણીને સૌ ચોંકી ગયા

ગુજરાત સહીત દેશભરમાં કોરોના ના કેસ વધી રહ્યા છે અને હજુ સુધી દુનિયામાં કોરોના ની રસી શોધી શકી નથી.કોરોના એટલો ચેપી વાયરસ છે મૃતક નું પોસ્ટમોર્ટમ કરવાની મંજુરી પણ નથી. પણ તાજેતરમાં રાજ્યમાં ફક્ત રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગને કોરોનાના મૃતદેહોની ઓટોપ્સી કરવા પરવાનગી આપવામાં આવી છે.

ફોરેન્સિક વિભાગ દ્વારા કુલ 6 કોરોનાથી મૃત્યુ થયેલા લોકોની ઓટોપ્સી કરાઈ છે. ઓટોપ્સી દ્વારા કોરોના ની શરીર પર થતી અસરો જાણવા મળી શકે તેમ છે.ફોરેન્સિક વિભાગે કહ્યું કે કોરોના વાયરસને કારણે ફેફસાંમાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે. અમે જયારે ઓટોપ્સી દરમિયાન ફેફસાં કાઢ્યાં ત્યારે ફેફસા જાણેપથ્થર બની ગયા હતા.

કોઈપણ વાયરસ સામે લડવા શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થાય ત્યારે ફેફસાંમાં અસર થાય છે અને આડઅસરને કારણે ફેફસાંની નળીઓમાં પ્રવાહી ભરાવા લાગે છે.ઘણી વખત આ પ્રવાહી જામી જાય છે. જેના લીધે ફેફસા કઠણ થવાથી દર્દીને ઓક્સીજન મળતું નથી અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

Back to top button