CrimeIndia

હાથરસ ગેંગરેપ કાંડ: પરિવારની જાણ બહાર જ મૃતક દીકરીના અડધી રાત્રે પોલીસે અંતિમ સંસ્કાર કરી દીધા? જાણો સમગ્ર ઘટના

ઉત્તરપ્રદેશના હાથરસમાં એક દીકરી સાથે જે વ્યવહાર થયો તે જાણીને આખો દેશ હાલ ગુસ્સામાં છે.બીજી તરફ આ મામલે યુપી પોલીસના વલણની પણ બધે ટીકા થઈ રહી છે. પોલીસ તેમના જુદા જુદા દાવા કરી રહી છે ત્યારે પીડિત પરિવાર ગંભીર આરોપો લગાવી રહ્યો છે.

પીડિતા ના ભાઈ આરોપ લગાવ્યો છે કે પોલીસે દીદી માટે એમ્બ્યુલન્સ પણ બોલાવી નહોતી, બહેન જમીન પર પડી હતી. પોલીસે કહ્યું કે અહીંથી લઈ જાવ, તે બહાનું બનાવીને અહી પડી છે. પીડિતાના ભાઈએ આરોપ લગાવ્યો હતો કે આ કેસમાં અમારે એફઆઈઆર નોંધાવવ ૮-૧૦ દિવસની રાહ જોવી પડી. બીજી તરફ રિપોર્ટ બાદ પોલીસ એક આરોપીને પકડતી આને બીજાને છોડી દેતી હતી.જ્યારે ધરણા યોજવામાં આવ્યાં હતાં, ત્યારે પોલીસે કાર્યવાહી કરી હતી અને 10-12 દિવસ પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પીડિતાના ભાઈએ એમ પણ કહ્યું કે દીદીનું બ્લીડીંગ 10-15 દિવસ સુધી અટક્યું નહીં. 22 સપ્ટેમ્બર પછી યોગ્ય સારવાર મળી હતી. તે પહેલાં તેને યોગ્ય સારવાર આપવામાં આવતી ન હતી, તેને જનરલ વોર્ડમાં રાખવામાં આવી હતી.પીડિતાની માતાએ કહ્યું, જ્યારે મેં મારી પુત્રીને જોઇ ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું હતું. મેં તેને મારા સ્કાર્ફથી ઢાંકી દીધી. દીકરીની જીભ કાપી નાખી હતી. પોલીસ ખોટુ બોલી રહી છે કે જીભ નથી કાપી. દીકરીએ એક આરોપીનું નામ પણ લીધું હતું અને પછી બેભાન થઇ ગઈ હતી.

પોલીસની સૌથી મોટી અને અલગ થીયરી એ છે કે બળાત્કારના કોઈ તથ્યો બહાર આવ્યા નથી. આઈજી પિયુષ મોડિયાએ કહ્યું છે કે તબીબી તપાસ દરમિયાન બળાત્કારની કોઈ માહિતી સામે આવી નથી.

બીજી તરફ યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર કહે છે કે આ ઘટના 14 સપ્ટેમ્બરના રોજ બની હતી અને યુવતીના ભાઈએ આપેલી ફરિયાદના આધારે પહેલી એફઆઈઆર નોંધાઈ હતી. સંદીપ કુમાર જેનું નામ એફઆઈઆરમાં છે, તરત જ તેની ધરપકડ કરવામાં આવી. જોકે ફરિયાદમાં બળાત્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ 22 મી તારીખે પહેલી વાર યુવતીએ જાતીય હુમલોનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારબાદ આ કેસમાં ગેંગરેપની કલમ લાગુ કરવામાં આવી હતી અને ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું છે કે, હાથરસ ગેંગરેપ પીડિતના મૃતદેહ ની અંતિમ વિધિ પોલીસ દ્વારા બળજબરીથી કરવામાં આવી નથી. પરિવારના સભ્યોની સંમતિ પછી જ મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે વિલંબને કારણે શરીર બગડતું હતું. અંતિમવિધિમાં પીડિતાના પરિવારજનો પણ હાજર હતા.

Back to top button