Ajab Gajab

ફાર્મા કંપનીમાં ચોરી કરવા ઘુસ્યા બે ચોર,ગાર્ડે લાકડીઓથી પાડી દીધા,પછી થયું જોવા જેવુ….

તમે બધા જાણો જ છો છતાં ફરી એકવાર તમને જણાવી દઈએ કે કરોડો રૂપિયાની ચોરી કરવી એ ચોરો માટે કઈ નથી ખબર પણ ના પડે એ રીતે ચોર ચોરી કરી ડેટા હોય છે તો આવું જ કઈક તમને જણાવી તો બુધવારે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીથમપુર ઔદ્યોગિક વિસ્તારમાં ફાર્મા કંપનીના સુરક્ષા ગાર્ડ દ્વારા બે યુવકોને માર મારવામાં આવ્યો હતો.

સુરક્ષા ગાર્ડને સમાચાર મળ્યા હતા કે આ બંને યુવકો તેમના 5 સાથીદારો સાથે ચોરી કરવા માટે કંપનીની ફેક્ટરીમાં પ્રવેશ્યા છે.આ યુવકોમાંથી બે યુવકોને સુરક્ષા ગાર્ડને પકડ્યા હતા અને લાકડીઓથી એટલી મારપીટ કરી હતી કે બંને યુવકોએ જીવ ગુમાવ્યો હતો.કંપનીમાં તૈનાત તમામ 6 સુરક્ષા ગાર્ડ ઘટનાની તુરંત ફરાર થઈ ગયા હતા. હજુ સુધી પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે.

પીથમપુરના ઔદ્યોગિક ક્ષેત્રમાં રચાયેલી આ મિશન ફાર્મા ફાર્માસ્યુટિકલ કંપની લાંબા સમયથી બંધ છે.અહિયાં ચોરી કરવા માટે મંગળવારે મોડીરાત્રે ચોરો પ્રવેશ કર્યો હતો.ફેક્ટરીમાં 6 સુરક્ષા કર્મીઓ હતા.ચોરો બોલાતાની સાથે જ સુરક્ષાકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા.આ પછી બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

7 માંથી પાંચ ચોરો ભાગી છૂટ્યા,પરંતુ 23 વર્ષીય રોશન અને 17 વર્ષિય યુવક સુરક્ષા જવાનોએ પકડ્યો હતો.આ પછી બંનેને રક્ષકોએ લાકડીઓ વડે માર માર્યો હતો.જોકે,સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.તપાસ દરમિયાન પોલીસને લાઠી પણ મળી હતી જેમાંથી યુવકોને માર મારવામાં આવ્યો હતો.પોલીસને બંને યુવકોની લાશ કંપનીના પરિસરની ઝાડીમાંથી મળી આવી હતી.

Back to top button