Corona VirushealthIndiaNews

અનલોક 5 માં આટલી બધી છૂટ: હવે કોરોના ના કેસ વધશે એ નક્કી..

કોરોનાકાળમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લોકડાઉન-અનલોક ચાલી રહ્યું છે ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલોક 5 માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. 15 ઓક્ટોબરથી દેશમાં 50 ટકા ક્ષમતા સાથે સિનેમા હોલ, થિયેટરો, મલ્ટિપ્લેક્સ શરૂ થશે. આ માટે માહિતી પ્રસારણ મંત્રાલય વિગતવાર માર્ગદર્શિકા જારી કરશે.

ગૃહ મંત્રાલય, સિનેમા હોલ, થિયેટરો, મલ્ટીપ્લેક્સને 15 ઓક્ટોબરથી દેશમાં ખોલવાની મંજૂરી આપેલ માર્ગદર્શિકા અનુસાર આ સિનેમા હોલ, થિયેટરો, મલ્ટિપ્લેક્સ ફક્ત તેમની 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે. મતલબ કે અહીં અડધી બેઠકો ખાલી રહેશે.ગૃહ મંત્રાલયે 15 મી ઓક્ટોબરથી સ્વીમીંગની તાલીમ માટે સ્વિમિંગ પૂલનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી દીધી છે.

આ સિવાય 15 ઓક્ટોબરથી મનોરંજન પાર્ક પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે મનોરંજન પાર્ક અને સમાન સ્થાનો ખોલવાની મંજૂરી પણ આપી છે.શાળાઓ, કોલેજો, કોચિંગ સંસ્થાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અંગે ગૃહમંત્રાલયે કહ્યું છે કે સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો 15 ઓક્ટોબર પછી આ અંગે નિર્ણય લઈ શકશે. આ માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો શાળા સંચાલન અને અન્ય એજન્સીઓ સાથે વાત કરશે.

અગાઉ કેન્દ્ર સરકારે 100 લોકોને સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય પ્રવૃત્તિઓ માટે એકત્રિત કરવાની મંજૂરી આપી હતી, હવે 15 ઓક્ટોબર પછી 100 થી વધુ લોકો આવા કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. પરંતુ આ માટે શરતો હશે.ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હોલની ક્ષમતાના માત્ર 50 ટકા ભાગને બંધ જગ્યામાં વાપરવાની મંજૂરી આપવામાં આવશે, વધુમાં વધુ 200 લોકો અહીં એકત્રિત કરી શકશે. આવા સ્થળોએ માસ્ક પહેરવા, સામાજિક અંતર, થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા અને સેનિટાઈઝર અને હેન્ડ વોશ ની પણ વ્યવસ્થા કરવી પડશે.

Back to top button