BjpCongressGujaratMadhya GujaratPoliticsVadodara

લો બોલો, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર તો ભાજપનો જ કાર્યકર નીકળ્યો

ગુજરાતમાં ૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે કરજણ બેઠક પર પ્રચાર દરમિયાન સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના બની હતી. નીતિન પટેલ પર ચપ્પલ ફેકાયા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને કોંગ્રેસ પર આક્ષેપ કરાયા હતા, જો કે હવે આ મામલે ચોકાવનારો ખુલાસો થયો છે.પોલીસે આ મામલે શિનોરના રશ્મિન પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા પોલીસના કહેવા મુજબ ઝડપાયેલ વ્યકિત કોંગ્રેસનો કાર્યકર છે જોકે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ કહે છે કે તે ભાજપનો કાર્યકર છે. ભાજપમાં હોદ્દાઓ પર પણ રહી ચૂક્યો છે. શિનોર ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલે કહ્યું કે રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે અને તે શિનોર તાલુકા પંચાયતનો સભ્ય પણ હતો.

હાલ તે બીજા પક્ષમાં જોડાયો હોય તો ખબર નથી.વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે પણ કહ્યું કે રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર હતો.કોંગ્રેસે તો આ સમગ્ર ઘટના અંગે નિંદા કરી હતી ત્યારે હવે ચપ્પલ ફેંકનાર નું ભાજપ કનેક્શન સામે આવ્યું છે. હાલ રશ્મીન ભાજપમાં હોય કે ન હોય પણ તે અગાઉ ભાજપમાં હતો અને હોદ્દો ધરાવતો હતો તે સ્પ્સષ્ટ છે.

Back to top button