BjpGujaratPoliticsSaurashtra

સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભાજપ સામે ભારે રોષ: ખેડૂતે જાહેરસભામાં નેતાઓને ખખડાવતા નેતાઓ સભા છોડી ભાગ્યા

ગુજરાતમાં ૮ બેઠકોની પેટાચૂંટણી માટે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે.સૌરાષ્ટ્રમાં ધારી, ગઢડા અને મોરબી વિધાનસભાની બેઠક પર 3 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. જો કે ધારી અને મોરબી ના ગામડાંના લોકોમાં ભાજપ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મત માંગવા જતા ભાજપના નેતાઓને ગામના લોકો ભગાડી રહ્યા છે. ધારી,મોરબીના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં ગામના ખેડૂતો ભાજપના નેતાઓને આક્ર સવાલો કરી રહ્યા છે.

આવામાં ખાંભાના રાયડી અને સરાકડિયા ગામમાં ભાજપની સભા યોજાઈ હતી જેમાં ગામના લોકોએ આકરા સવાલો કરતા નેતાઓએ ચાલી પકડી હતી.સોશિયલ મીડિયામાં એક વિડીયો હાલ વાયરલ થયો છે જેમાં રાયડી ગામના ખેડૂત ધનશીભાઈ ભાજપના નેતાઓને ખખડાવી રહ્યા છે.તેઓ એ પોતાના રાશનકાર્ડ અંગે રોષ ઠાલવતા કહ્યું કે કે સાત વાર મેં રજૂઆત કરી ત્યારે ભાજપના આગેવાને એમ કહ્યું કે તારું રેશનકાર્ડ આપ હું કરી આપું.

ધનશીભાઈએ કહ્યું કે 7 વાર મેં તમને કહ્યું છે. ભાજપના આગેવાને કહ્યું હતું કે મારા બાપની પેઢી નથી. ત્યારે ધનશીભાઈ ઉશ્કેરાયા અને કહ્યું કે તમારા બાપની પેઢી નથી તો તમે પહેલાં કોંગ્રેસમાં હતા અને હવે ભાજપમાં આવ્યા છો. જવાબદારી તમારી જ હોય. ધનશીભાઈ એ જાહેરસભામાં રીતસરના ખખડાવતા ભાજપના નેતાઓ સભા છોડી ભાગ્યા હતા.

આ ઉપરાંત ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા નો પણ વિરોધ થઇ રહ્યો છે.મોરબીમાં બ્રિજેશ મેરજા ને પણ લોકો સભામાં ખખડાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ અન્ય એક વિડીયોમાં એક યુવક ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા ને આકરા સવાલ કરતો હતો જેનો જવાબ જે.વી.કાકડિયા આપી શક્યા ન હતા. આમ ઠેરઠેર વિરોધ જોતા સ્પષ્ટ છે કે લોકોમાં હવે ભાજપ પ્રત્યે અસંતોષ ની લાગણી છે. જુઓ વિડીયો,

Back to top button