GujaratRajkotSaurashtra

રાજકોટમાં CA નો અભ્યાસ કરતી યુવતીને ઘરમાં બંધ રાખી હતી, ખાવાનું ન આપતા હતી કોમામાં અને આજે થયું મોત, 2 દિવસ પહેલા સમાજ સેવક જલ્પાબહેન તેને ઘરમાંથી બહાર લાવ્યા હતા

રાજકોટમાં એક એનજીઓએ બીજું માનવતાવાદી કાર્ય કર્યું છે. સમાજ સેવક જલ્પાબેન પટેલ અને તેમની ટીમે 25 વર્ષની એક યુવતીને શહેરના સાધુ વાસવાણી રોડ પરના મકાનમાંથી બહાર કાઢી હતી.અલ્પા નામની આ યુવતી ઘરના ઓરડામાં બંધ હતી. તે સીએ નો અભ્યાસ કરતી હતી જોકે તે જાણી શકાયું નથી કે કયા કારણોસર તે જ છ મહિનાથી રૂમમાં બંધ હતી.

ખાવા-પીવાનું પણ આપતા ન હોવાથી તે છેલ્લા 6-7 દિવસથી કોમામાં હતી. જ્યારે તેને ઓરડામાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના મોમાંથી ફીણ નીકળી રહ્યા હતા અને તેણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમાજ સેવક જલ્પા બહેન ને પાડોશીઓએ આ વિષે જાણ કરી હતી જેથી જલ્પા બહેન પોલીસ સાથે ત્યાં પહોચ્યા હતા અને યુવતી બંધ રૂમમાંથી હોસ્પિટલ લઇ ગયા હતા. આજે મળતી માહિતી મુજબ સારવાર દરમિયાન આ યુવતીનું મોત થયું છે.

આ ઘટનામાં મહિલાના માતા-પિતા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. માતા-પિતા હોવા છતાં પુત્રી આવી સ્થિતિમાં હોવાથી ઘણા ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. જલ્પા બહેને કહ્યું કે અમે અલ્પાના માતા-પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવીશું, જેથી પુત્રીને શા માટે ખાવા-પીવાનું કેમ આપવામાં આવ્યું નહીં તે તપાસમાં આવી શકે. શું તેઓ કોઈ અંધશ્રદ્ધા અથવા બીજા કોઈ કારણસર શિકાર બન્યા? જુઓ વિડીયો,

પોલીસ અને જલ્પા બહેને રૂમમાં તપાસ કરી તો પરિવારનો સામાન પણ ડોલ અને ટબમાં પેક કરેલો જોવા મળ્યો હતો. રૂમના પાછળના ભાગમાં પેશાબ તેમજ ખાવાની વસ્તુઓ ના ઢગ પણ જોવા મળ્યા હતા.

Tags
Back to top button