Gujarat

સગાઈમાં MI નો ફોન આપતા છોકરીવાળા ને હલકો લાગ્યો, ઓડિયો વાયરલ થતા ગુજરાતમાં Mi હેશટેગ સાથે મીમ્સ નો રાફડો ફાટ્યો,જુઓ

છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં એક ઓડિયો કલીપ વાયુ વેગે ફેલાઈ રહી છે છે.ઓડિયો ક્લીપમાં સગાઇ મામલે વાતચીત થઇ રહી છે. વાત એવી હતી કે સગાઈમાં છોકરા તરફથી છોકરીને જાણીતી MI કંપનીનો ફોન ગીફ્ટ અપાયો હતો. આ બાદ છોકરીની બહેને છોકરાના પપ્પા ને ફોન કરીને કહ્યું કે, MI નો ફોન તો હલકો કહેવાય.મારી બહેન જરાક શોખીન છે, તેને તેના મિત્રો સામે નીચું જોયા જેવું થાય.

આ બાદ છોકરાના મમ્મી સાથે પણ વાત થાય છે ત્યારે છોકરાની મમ્મી કહે છે કે, આપણે આ સબંધ અહી જ પૂરો કરીએ કેમ કે તમારી હજુ કોઈ મોટી માંગ હશે તો અમે તે પૂરી કરવા સક્ષમ નથી. આ વાતચીતના 2 ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકો છોકરીવાળા તરફથી થયેલી આવી માંગ નો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં MI ફોન અને આ ઓડિયો અંગે  તેમજ ઓડિયોમાં ઉલ્લેખ કરાયેલ હીના નામની છોકરી અંગે હજારો લોકો MEME બનાવી ચુક્યા છે. MI હેશટેગ સાથે હજારો પોસ્ટ નો રાફડો ફાટ્યો છે. જુઓ નીચે,

Tags
Back to top button