InternationalStory

મહિલાએ માથામાં એવી વસ્તુ લગાવી દીધી કે વાળ ચોંટી ગયા અને ઉખાડવા એક મહિનો લાગ્યો

વોશિંગ્ટનથી એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટેસિકા બ્રાઉન નામની મહિલાએ તેના વાળને નવો દેખાવ આપવા માટે ગોરિલા ગ્લુ હેર સ્પ્રે લગાવીને વાળ સેટ કર્યા. પરંતુ આ મહિલાને નવી હેરસ્ટાઇલ બનાવવી અઘરી પડી ગઈ.જેસિકાના વાળ ગ્લુ સાથે એવી રીતે ચોંટી ગયા હતા કે સરખા થવા માટે એક મહીનો લાગ્યો હતો.

હજી સુધી તેના વાળ સંપૂર્ણ રીતે સરખા થયા નથી. જેસિકાને તેના વાળ ચોંટી જવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માટે તેઓ હોસ્પિટલમાં પણ ગયા અને ડોક્ટરોની મદદ લીધી.આ ઘટનાનો ખુલાસો કરતા, જેસિકાએ સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો શેર કર્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઇ ચૂક્યા છે અને વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે.વીડિયો જોઇને લોકો જેસિકાને ચીડવી રહ્યા છે, જ્યારે અમુક તેનો ટેકો આપતા તેનો વધુ ઉપયોગ ન કરવાની સલાહ આપી રહ્યા છે અને કેટલાક તેના વાળ ઉખાડવાની ટીપ્સ પણ આપી રહ્યા છે.

ટીકટોક જેવી ઘણી એપ્લિકેશનો આ દિવસોમાં આખા વિશ્વમાં ઉપયોગમાં લેવાય છે અને વિવિધ પ્રકારનાં વિડિઓ બનાવીને અને તેમને આ એપ્લિકેશનો પર અપલોડ કરીને પોતાને અન્ય લોકોથી અલગ બતાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ કેટલીકવાર કેટલાક લોકો મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય છે.

Back to top button