Gujarat

ગુજરાતના CRPF જવાનનું શ્રીનગરમાં ફરજ દરમિયાન દુઃખદ નિધન, 2 માસુમ દીકરીઓએ આપ્યો અગ્નિદાહ

ગુજરાતના નડિયાદ શહેરમાં રહેતા સીઆરપીએફ જવાનનું ફરજ દરમ્યાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. નડિયાદમાં રહેતા અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા જવાન ના મોતથી પરિવાર શોક વ્યક્ત કર્યો હતો. ગાર્ડ ઓફ ઓનર સાથે સોમવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી.અંતિમ વિદાયમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

નડિયાદના કપડવંજ રોડ પર એસઆરપી કેમ્પ સામે શુભ લક્ષ્મી સોસાયટીમાં રહેતા દિનેશ મેટકરનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. દિનેશ સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા અને હાલમાં શ્રીનગરમાં મુકાયા હતા. રવિવારે દિનેશ ના પાર્થિવ દેહ ને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ મોડી રાત્રે નડિયાદને તેમના ગામ લઈ જવામાં આવ્યો હતો. કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા બાદ સોમવારે સવારે પાર્થિવદેહ ને બે દીકરીઓએ અગ્નિદાહ આપીને અંતિમ સંસ્કાર કર્યા હતા.દિનેશભાઈની 12 વર્ષની દીકરી દિવ્યા અને 4 વર્ષની દીકરી વૈષ્ણવીએ અગ્નિદાહ આપતા જ સૌ કોઈની આખો ભીની થઇ ગઈ હતી.

Back to top button