BusinessIndia

ભારતમાં લોન્ચ થશે નોકિયાનો નવો ફોન Nokia 5.4, કિંમત હશે આટલી જ

એચએમડી ગ્લોબલ ટૂંક સમયમાં ભારતમાં નોકિયા 5.4 લોન્ચ કરવાની તૈયારીમાં છે. તે યુરોપિયન અને ત્યારબાદ અમેરિકન માર્કેટમાં શરૂ થઈ ચુકી છે. તેનું શિપમેન્ટ યુએસ માર્કેટમાં 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. નોકિયા 5.4 ને નોકિયા 5.3 નું નવું વર્ઝન કહેવામાં આવી રહ્યું છે.

નોકિયા 5.4 માટે ટીઝર ઇ-કોમર્સ વેબસાઇટ પર પણ આવી ગયું છે. નોકિયા 5.4 કમિંગ સુન ની જાહેરાત ફ્લિપકાર્ટ પર શરુ કરી દેવી છે.એક રિપોર્ટ અનુસાર કંપની આ સ્માર્ટફોન સાથે ભારતમાં બીજો સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે.નોકિયા 5.4 ના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.39 ઇંચની એચડી+ ડિસ્પ્લે છે. યુએસ માર્કેટમાં તેને પોલર નાઇટ અને ડસ્ક કલરમાં લોન્ચ કરવામાં આવી છે.

કેમેરાની વાત કરીએ તો ફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં મેઈન કેમેરા 48 મેગાપિક્સલનો છે. ઉપરાંત 2 એમપી ડેપ્થ સેન્સર, 2 એમપી માઈક્રો સેન્સર અને 5 એમપી અલ્ટ્રાવાયોલેટ સેન્સર આપવામાં આવ્યું છે. ફ્રન્ટમાં 16 એમપી કેમેરા છે.

પ્રોસેસરની વાત કરીએ તો તેમાં Qualcomm Snapdragon 662 નો ચિપસેટ છે. આ સ્માર્ટફોન હાલમાં ફક્ત એક જ વેરિઅન્ટમાં આવે છે. જેની રેમ 4 જીબી છે. જો કે તેને ભારતમાં વધુ વેરિયન્ટ્સ સાથે લોંચ કરી શકાય છે. નોકિયા 5.4 એ લેટેસ્ટ Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 4000 એમએએચની બેટરી છે.

કંપનીએ ભારતમાં તેના લોન્ચિંગ અંગે સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે તેને આવતા મહિનામાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. કિંમતની વાત કરીએ તો યુએસમાં તેની કિંમત 250 ડોલર છે. ભારતમાં તેને લગભગ 18,000 રૂપિયાની કિંમતે લોન્ચ કરી શકાય તેવી અટકળો છે.

Back to top button