CrimeGujaratSouth GujaratSurat

સુરત: 10માં ધોરણમાં ભણતી બાળકી થઇ ગર્ભવતી, પૂછપરછમાં સામે આવ્યું કે 4 મિત્રોએ જ…

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી એક કિશોરી ના ગર્ભવતી હોવા મામલે ચોંકાવનારી માહિતી બહાર આવી છે. પોલીસ પૂછપરછમાં કિશોરીએ જણાવ્યું હતું કે તેની સાથે જુદા જુદા ચાર છોકરાઓએ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, ચોથાની શોધ ચાલુ છે.ડીએનએ તપાસ પણ શરૂ કરી દીધી છે. કિશોરી સોશિયલ મીડિયા દ્વારા આ ચારેય છોકરાના સંપર્કમાં આવી હતી.

10માં ધોરણમાં ભણતી આ 15 વર્ષીય કિશોરીએ થોડા દિવસો અગાઉ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને પરિવાર તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો. તપાસમાં સામે આવ્યું કે તે ગર્ભવતી છે. પરિવારે જ્યારે તેને વિશ્વાસ સાથે પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તે સોશ્યલ મીડિયા દ્વારા એક યુવક યશ ના સંપર્કમાં આવી હતી.

પીડિતાએ કહ્યું કે યશ તેને લલચાવીને શારીરિક સંબંધ બાંધતો હતો. સાત દિવસ પહેલા પોલીસે ગુનો નોંધીને યશની ધરપકડ કરી હતી. બે દિવસ પછી જ્યારે પરિવારે ફરી પૂછપરછ કરી ત્યારે તેણે બીજા છોકરાનું નામ ધીરજ પણ કહ્યું હતું બાદમાં પોલીસે ધીરજની ધરપકડ પણ કરી હતી.

જ્યારે પીડિતાના પરિવારે વધુ પૂછ્યું ત્યારે અજય સહિત વધુ બે યુવકોના નામ જાણવા મળ્યા હતા. પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે અને હવે ચોથા ની શોધ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે ગર્ભની તપાસ માટે આરોપીઓના ડીએનએ મેળવવામાં આવશે.

Back to top button