healthIndiaInternationalNarendra ModiUSA

મુંબઈની 5 મહિનાની બાળકી માટે 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન અમેરિકાથી મંગાવાયુ, મોદી સરકારે 6 કરોડનો ટેક્સ માફ કર્યો, ઇન્જેક્શન આટલું મોંઘુ કેમ છે જાણો

મુંબઇમાં પાંચ મહિનાની તિરા સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બિમારીથી પીડિત છે. તેની સારવાર ફક્ત 16 કરોડ રૂપિયાના Zolgensma ઇન્જેક્શનથી જ શક્ય છે. તે અમેરિકાથી મંગાવવામાં આવે છે. ઈંજેક્શન પર 6 કરોડના ટેક્સ બાદ 22.5 કરોડ રૂપિયા કુલ કિમતમાં પડશે.

તિરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઇની એસઆરસીસી ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના એક ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, ત્યારબાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જો કે પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ર ને ધ્યાનમાં લેતા ઇન્જેક્શન પર લાગતો 6 કરોડનો ટેક્સ માફ કરી દીધો છે.

હવે તિરાની જીંદગી બચાવી શકાશે પણ આ ઇન્જેક્શન આટલું બધું મોંઘુ કેમ છે તે જાણીએ. સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે કે SMA એ ન્યુરો મસ્ક્યુલર ડીસઓર્ડર છે. આ અવ્યવસ્થા બાળકનું શરીર ધીમે ધીમે નબળુ થવા લાગે છે. બાળક ચાલી નથી શકતું અને શરીર ના બીજા અંગો પણ કામ કરવાનું બંધ કરી દે છે. આ એક આનુવંશિક રોગ છે જે આગળની પેઢીમાં પણ જોવા મળી શકે છે.

સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી મગજના ચેતા કોષો અને કરોડરજ્જુને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં મગજની માંસપેશીઓને નિયંત્રિત કરવા માટે સંદેશા મોકલવાનું ધીમે ધીમે બંધ થઈ જાય છે. પરિણામે બાળક હલચલ બંધ કરી દે છે. જેમ જેમ રોગ વધે છે, તેમ તેમ બાળક ચાલવાનું બંધ કરે છે.

હજી સુધી આ રોગ ની કોઈ સચોટ સારવાર મળી નથી, માત્ર દવાઓ દ્વારા, તેની અસર ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝોલજેન્ઝ્મા ઇન્જેક્શનનો એક ડોઝ આ રોગને મટાડી શકે છે.

Zolgensma ઇન્જેક્શનનું ઉત્પાદન સ્વિટઝરલેન્ડ ની કંપની નોવાર્ટિસ દ્વારા કરવામાં આવે છે. કંપનીનો દાવો છે કે આ ઈંજેક્શન એક પ્રકારની જીન થેરેપી ટ્રીટમેન્ટ છે. જે એક વાર આપવામાં આવે છે. તે 2 વર્ષથી ઓછી ઉંમરના આ રોગથી પીડાતા બાળકોને આપી શકાય છે.

આ ઇન્જેક્શન કેમ મોંઘું છે તે અંગે નોવાર્ટિસના સીઈઓ નરસિમ્હેન કહે છે કે જનીન થેરાપી એ તબીબી વિશ્વમાં એક મોટી શોધ છે. જે લોકોની અંદર આશા ઉત્પન્ન કરે છે કે એક જીવલેણ આનુવંશિક રોગ જે એક પેઢીથી બીજી પેઢીમાં જતો અટકાવી શકાય છે.ઇન્જેક્શનના ત્રીજા તબક્કાની સમીક્ષા કર્યા પછી ક્લિનિકલ અને આર્થિક સંસ્થાએ તેની કિંમત 9-15 કરોડની વચ્ચે રાખી હતી. નોવાર્ટિસે આને ધ્યાનમાં રાખીને તેની કિંમત 16 કરોડ રૂપિયામાં રાખી છે.

Tags
Back to top button