IndiaNarendra Modi

ફટાકડા ની ફેકટરીમાં આગ લાગતા 11 લોકોના મોત, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

તમિલનાડુના વિરુધ્ધનગર જિલ્લાના સત્તુરમાં એક ખાનગી ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11 કામદારોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે આ બનાવ ત્યારે બન્યો જ્યારે કેટલાક રસાયણો ફટાકડા બનાવવા માટે મિક્સ કરવામાં આવતા હતા. અચ્છનકુલમ ગામની ફેક્ટરીમાં લાગેલી આગને કાબૂમાં લેવા વિવિધ સ્થળોએથી દસ ફાયર વિબહ્ગની ગાડીઓ પહોચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કારખાનાની અંદર હજુ વિસ્ફોટ થઇ રહ્યા છે.

વડા પ્રધાન મોદીએ પણ આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે,તમિળનાડુના વિરુધ્ધનગર સ્થિત ફટાકડા ફેકટરીમાં લાગેલી આગની ઘટના દુ:ખદ છે. દુ:ખદની આ ઘડીમાં પીડિતોના પરિવારજનો પ્રત્યેની મારી સંવેદના છે. હું આશા રાખું છું કે ઘાયલ થયેલા લોકો ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે. વહીવટ આ ઘટનાથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યું છે.

તેમણે એમ પણ માહિતી આપી હતી કે આ ઘટનામાં મૃતકના પરિવારજનોને વડાપ્રધાન રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50,000 રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ લોકોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજ્ય સરકારને પણ પીડિતોની મદદ કરવા જણાવ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, તમિળનાડુના વિરુધાનગરમાં ફટાકડા ફેકટરીમાં લાગેલી આગના પીડિતો પ્રત્યે અમને હાર્દિક સંવેદના છે. જે લોકો હજી પણ અંદર ફસાયેલા છે તેના વિશે વિચારવાથી હૃદય ગભરાઈ જાય છે. હું રાજ્ય સરકારને અપીલ કરું છું કે પીડિતોને તાત્કાલિક બચાવ, સહાય અને રાહત આપવામાં આવે.

Back to top button