International

બ્રિટનમાં એટલી ઠંડી વધી કે નદીઓ અને સમુદ્રમાં બરફ જામી ગયો, 60 વર્ષમાં પેહલી વાર આવો નજારો

બ્રિટન હાલ એટલું ઠંડુ થઈ ગયું છે કે થેમ્સ નદી કેટલાક સ્થળોએ બરફમાં ફેરવાઈ ગઈ છે. 60 વર્ષમાં આ પહેલીવાર બન્યું છે. બીજી તરફ, એલ્ડિંગહામ બીચ પર મોરેકેમ્બેની અખાતમાં પણ બરફ જોવા મળી રહ્યો છે. યુકેના ઉત્તર યોર્કશાયરમાં તાપમાન માઈનસ 15.3 ડિગ્રીએ પહોંચી ગયું છે. ફેબ્રુઆરી મહિનામાં આ રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે.

બ્રિટનના ઘણા ભાગોમાં 4 ઇંચ સુધીનો બરફ પડ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે શનિવાર-રવિવારે પણ તાપમાનમાં ઘટાડો થતો રહેશે. ગ્રેટ ઉજ નદીમાં બરફના કારણે બોટ અટવાઈ ગઈ હતી.બર્ફીલા વાતાવરણને કારણે ડેવોન, કોર્નવોલ, સ્કોટલેન્ડ સહિત યુકેના કેટલાક વિસ્તારોમાં આગની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, વધુ બરફના કારણે છોડ પણ સુકાઈ ગયા હતા.

આ પહેલા 1963 માં બ્રિટનમાં થેમ્સ નદીમાં પાણી જામીને બરફ થયું હતું. 1963 ની શરદી બ્રિટનમાં બિગ ફ્રીઝ તરીકે ઓળખાય છે. તે જ સમયે, 14 મી અને 19 મી સદીની વચ્ચે લગભગ 20 વખત, મધ્ય લંડનમાં થેમ્સ નદીમાં બરફ જામી રહ્યો હતો.

Back to top button