CrimeDelhiIndia

રિંકુ શર્મા મર્ડર: બર્થડે પાર્ટી બાદ યુવકોએ ઘરે આવીને રિંકુ ની હત્યા કરી, એવું તો શું થયું હતું જાણો

દિલ્હીના મંગોલપુરીમાં રિંકુ શર્મા નામના યુવકની હત્યાના કેસમાં પોલીસનું કહેવું છે કે પાર્ટીમાં ઝઘડો થયા બાદ વિવાદ વધ્યો હતો અને આ પછી હત્યા ની ઘટના બની હતી. દરમિયાન આ ઘટના સંદર્ભે ત્રણ પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન બહાર આવ્યું છે. બાબુ નામના માણસે દાવો કર્યો હતો કે બધા મિત્રો તેની બર્થડે પાર્ટીમાં રેસ્ટોરન્ટમાં ભેગા થયા હતા. અહીં કોઈ બાબતે ઝઘડો થયો હતો. જે બાદ સૌ રેસ્ટોરન્ટમાંથી નીકળી ગયા હતા. પરંતુ પછી…

બાબુ એ ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું કે મારો જન્મદિવસ 9 ફેબ્રુઆરીએ હતો. 10 ના રોજ, મેં મારા મિત્રોને એક પાર્ટી આપી હતી. તે પાર્ટીમાં રિંકુ, સચિન, આકાશ, સંદીપ, ગોલુ અને જાહિદ આવ્યા હતા. ત્યાં મેં જોયું કે અચાનક સચિન અને જાહિદ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ સચિને જાહિદને થપ્પડ મારી હતી. બદલામાં જાહિદે તેને પણ થપ્પડ મારી હતી.

એટલે મેં સચિનને ​​ઘરે મોકલ્યો હતો. ઝઘડા દરમિયાન રિંકુ શર્મા આકાશની બાજુમાં બેઠો હતો. રિંકુએ કહ્યું કે તે ઘરે જઇ રહ્યો છે ત્યારે હું, આકાશ અને રાહુલ સાથે હતા. પરંતુ તે શેરીમાં ગયો કે તરત જ ભાગમભાગ થઇ હતી અને મારો ભાઈ મને ઘરે લઇ ગયો એ પછી મને કઈ ખબર નથી.

અન્ય એક સાક્ષી આકાશે કહ્યું કે મારા મિત્રની પાર્ટી હતી. ભોજન મંગાવ્યું હતું. રાત્રિના 9:30 થી 9:30 વાગ્યા હતા. બે લોકો ઘરે ગયા હતા. દરમિયાનમાં સચિન અને જાહિદ વચ્ચે ઝઘડો થયો હતો. પછી દુકાનના માલિકે બધાને બહાર મોકલ્યા હતા. પછી બધા મિત્રો મારી અને રિંકુ સાથે ઘરે આવ્યા. ત્યારે બાબુએ કહ્યું કે તે ઘરે કેક કાપશે. રિંકુએ કહ્યું કે તે ઘરે જઈ રહ્યો છે,ત્યારબાદ અમે બુમો સાંભળી હતી.

જ્યારે તે રિંકુના ઘરે જોવા ગયો હતો, ત્યારે ત્યાં હુમલો થયો હતો.લોકો ડંડા વડે મારી રહ્યા હતા અને ભીડ હતી. તે પોતાના પરિવારને બચાવતો હતો. ત્યારે અવાજ આવ્યો કે રિંકુને છરીના ઘા વાગ્યા છે. પછી બધા સંજય ગાંધી હોસ્પિટલમાં આવ્યા. જાહિદના મામા તાવાઝુદ્દીને મારી સાથે હોસ્પિટલમાં દુર્વ્યવહાર કર્યો હતો. રિંકુને આ કેસ સાથે કોઈ લેવા-દેવા ન હતો, તે ઘરે જવાનું કહેતો હતો.

જોકે રિંકુના પરીવારનું કહેવું છે કે, વિસ્તારમાં તણાવ હતો અને રામ મંદિર સાથે જોડાયેલા અને રામ યાત્રા કાઢ્યા પછી રિંકુને ધમકી મળી રહી હતી. પરિવારના આક્ષેપ બાદ ભાજપથી લઈને વીએચપી સુધી, તે રામ મંદિર નિર્માણ માટે કરવામાં આવતા ચંદ્રસંગ્રહ સાથે જોડાયેલો હતો.

Back to top button