GujaratIndiaMadhya Gujarat

મોદી સરકારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સદી ફટકારે તો નવાઈ નહી, અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 85.60 રૂપિયા થયો

છેલ્લા કેટલાક મહિનાઓથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ થયો છે ત્યારે ઓઇલ કંપનીઓએ ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આશરે 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમત પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલ 0.29 પૈસા વધીને 88.73 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે, જ્યારે ડીઝલ 0.32 પૈસા વધીને 79.06 રૂપિયા પ્રતિ લિટર થયું છે.

પેટ્રોલિયમના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલના ભાવમાં તેજી ઘટવાનું નામ નથી લઈ રહી. ગયા વર્ષે 1 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી, મુંબઈમાં લિટર દીઠ રૂ.81.04, કોલકાતામાં 78.04 રૂપિયા પ્રતિ લિટર અને દિલ્હીમાં 75.45 રૂપિયા પ્રતિ લિટર હતું. હવે 14 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ, પેટ્રોલ મુંબઇમાં પ્રતિ લિટર 95.21 રૂપિયા, કોલકાતામાં 90.01 રૂપિયા અને દિલ્હીમાં 88.73 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 85.60 રૂપિયા પ્રતિ લીટર છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન કહે છે કે કેન્દ્ર સરકાર કંઇ કરી શકે નહીં. કારણ કે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ભાવ નક્કી કરવામાં આવે છે. પેટ્રોલિયમના ભાવ ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવો પર આધારીત છે. કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારો પણ તેમની વિકાસ જરૂરિયાતો અનુસાર ટેક્સમાં વધારો કરી રહી છે.

રાજ્યસભાના ઘણા સાંસદોએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શાંતનુ સેનનો સવાલ હતો કે સરકાર ટેક્સ કેમ ઘટાડતી નથી. પરંતુ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તેલનો ભાવ માત્ર કેન્દ્ર સરકારના ટેક્સ પર જ નહીં પરંતુ રાજ્ય સરકારોના કર અને આંતરરાષ્ટ્રીય ભાવો પર પણ આધાર રાખે છે. તેના ભાવ બજારના આધારે નક્કી કરવામાં આવે છે.

Back to top button