BjpCongressElectionIndiaNewsPolitics

બંગાળ ચૂંટણીમાં હિંસા અટકી નથી રહી: ભાજપ નેતા ની ગાડી પર બોમ્બ થી હુમલો, ગંભીર રીતે ઘાયલ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ને કારણે તમામ પક્ષો જીત માટે જોર લગાવી રહ્યા છે અને સાથે રાજકીય હિંસા પણ અટકી નથી રહી. ફરી એકવાર રાજકીય પક્ષ સાથે સંકળાયેલા વ્યક્તિ ઉપર હુમલો થયો છે. આ વખતે આ હુમલો બંગાળના ભાજપ નેતા ફિરોઝ કમલ ગાઝી ઉર્ફે બાબુ માસ્ટર પર થયો હતો. શનિવારે મોડી સાંજે માસ્ટરની એસયુવી પર ક્રૂડ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં ભાજપના નેતાઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની હાલત હાલ સ્થિર છે. તે દરમિયાન ભાજપના નેતા સુવેન્દુ અધિકારી માસ્ટરને મળવા હોસ્પિટલમાં ગયા હતા. અહીં તેમને ઘાયલ નેતાની હાલત જાણી હતી.

બંસતી હાઇવે પર મોડી સાંજે અજાણ્યા શખ્સોએ ભાજપના નેતા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાબુ માસ્ટરની એસયુવી પણ ક્ષતિગ્રસ્ત થઈ હતી, જ્યારે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.બાબુ માસ્ટર ઉત્તર 24 પરગણામાં જિલ્લા પાર્ટી કાર્યાલય ખાતે યોજાયેલી સભામાં ભાગ લીધા પછી કોલકાતા પરત ફરી રહ્યા હતા. પરંતુ તે દરમિયાન બંસતી હાઇવે નજીક અજાણ્યા લોકો પર ક્રૂડ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

બંગાળમાં લાંબા સમયથી રાજકીય હિંસા ચાલી રહી છે. જેમાં દરેક પક્ષના લોકો હિંસાનો ભોગ બની રહ્યા છે. તે ટીએમસી, ભાજપ હોય કે ડાબેરી અને કોંગ્રેસ. થોડા સમય પહેલા જ બંગાળમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નાડ્ડાના કાફલા પર હુમલો થયો હતો. તે પહેલા ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં પણ ધમાલ થઇ હતી.

Back to top button