BjpGujaratIndiaPolitics

આવી ગયું CNG ટ્રેક્ટર: ખેડૂતો માટે ખુબ જ ફાયદાકારક છે, દોઢ લાખનો વાર્ષિક ફાયદો અને..

કેન્દ્ર સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ખેતીને સરળ બનાવવા અને ઓછા ખર્ચે બનાવવા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. ખેડુતો માટે ખેડાણ કરવાથી માંડીને અનેક કામો માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય છે. સરકારનો દાવો છે કે જ્યારે ખેડૂતો ડીઝલ ટ્રેક્ટર છોડશે અને સીએનજી ટ્રેકટરોનો ઉપયોગ કરશે ત્યારે તેઓ વાર્ષિક ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયાની બચત કરશે.

12 ફેબ્રુઆરીએ કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ સીએનજી ટ્રેક્ટરમાંથી પડદો ઉઠાવ્યો હતો. તેમણે સી.એન.જી. ટ્રેકટરોના અનેક ફાયદાઓ પણ ગણાવ્યા હતા. સરકારનો દાવો છે કે સીએનજી ટ્રેક્ટર ખેડૂતોની આજીવિકા સુધારવામાં પણ મદદ કરશે. રીટ્રોફ્ટેડ સીએનજી ટ્રેક્ટરની જાળવણી માટે ડીઝલ ટ્રેક્ટરની તુલનામાં ખૂબ ઓછો ખર્ચ થશે, અને બળતણમાં ઘણી બચત થશે.

નીતિન ગડકરીના દાવા મુજબ દર વર્ષે એક ખેડૂત ડીઝલ પર રૂ.3 લાખથી સાડા ત્રણ લાખની વચ્ચે ખર્ચ કરે છે. આવી સ્થિતિમાં, સીએનજી ટ્રેક્ટરનો ઉપયોગ કરીને તે વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. કારણ કે આથી બળતણની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે. નીતિન ગડકરીએ કહ્યું કે સીએનજી કીટ મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવશે.

પરાલી એ દેશની એક મોટી સમસ્યા છે. પરંતુ સરકારનું કહેવું છે કે આમાં ખેડૂતોની આવક પણ છુપાયેલી છે. બાયો-સીએનજીનું ઉત્પાદન પરલીથી શક્ય છે અને આના દ્વારા ખેડુતો બાયો સીએનજી પ્રોડક્ટ્સના યુનિટ વેચીને પૈસા કમાવી શકે છે. આ ટ્રેક્ટર રોવામેટ ટેક્નો સોલ્યુશન્સ અને ટોમાંસેટો એશીલ ભારતની ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે.

સૌથી વધુ વધતું પ્રદૂષણ સીએનજી ટ્રેકટરો થી અટકાવી શકાય છે. કેટલાક રાજ્યો મોટા પાયે ખેતી કરે છે. જ્યાં ખેતરોમાં રાત-દિવસ ટ્રેકટર ચાલતા રહે છે. ડીઝલ એન્જિનને કારણે, ત્યાં પણ પ્રદૂષણ વધારે છે. સીએનજી સંચાલિત ટ્રેકટરો પ્રદૂષણના સ્તરમાં ભારે ઘટાડો કરી શકે છે. સીએનજી ડીઝલની તુલનામાં કાર્બન ઉત્સર્જનમાં 70 ટકાનો ઘટાડો કરે છે.

ડીઝલ ટ્રેકટરોની તુલનામાં સીએનજી ટ્રેક્ટરની જાળવણી માટે ખૂબ ઓછો ખર્ચ થશે. ડીઝલ ટ્રેકટરોમાં કાર્બન ડાયોક્સાઇડ હોવાને કારણે ઘણી સમસ્યાઓ ઉભી થાય છે, જેને ખેડુતોને મોટા ભાગે વારંવાર નાણાં ખર્ચવા પડે છે. પરંતુ આવી સમસ્યા સીએનજી ટ્રેક્ટરમાં આવશે નહીં.

Back to top button