India

રમત રમતમાં બાળક નહેરમાં પડ્યું, બચાવવા માટે માતા અને કાકી પણ કુદયા પણ 2 ના મોત

હરિયાણાના જીંદ જિલ્લાના પેટા વિભાગ અંટા ગામમાં રમતી વખતે એક બાળક નહેરમાં પડી ગયું હતું. તેને બચાવવા માતા અને કાકી કૂદી પડ્યાં હતા પરંતુ તેઓ પણ પાણીના જોર ને કારણે ગયા હતા. હાંસી-બુટાનાં શાખા નહેરમાં આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાના સમાચાર સમગ્ર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા હતા અને ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. બાળકનો પરિવાર પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસને પણ અકસ્માતની જાણકારી આપવામાં આવી હતી. આ પછી, બધાએ પોતપોતાના સ્તરે ત્રણેયની શોધ કરી.

અંટા ગામની રહેવાસી પિંકી તેના પુત્રો આયુષ અને કાકી કવિતા પાણીપત રોડ પર હંસી-બુટાના બ્રાંચ કેનાલ પાસે લાકડા લેવા ગયા હતા. આયુષ કેનાલના પાટા પર બાળક રમવા લાગ્યો અને પિન્કીએ કવિતા સાથે લાકડા ઉપાડવાનું શરૂ કર્યું. રમતી વખતે આયુષ કેનાલ તરફ ગયો અને તેનો પગ કેનાલમાં લપસી ગયો હતો. તેની ચીસોનો અવાજ સાંભળીને પિંકી-કવિતા દોડી આવી અને કેનાલમાં કૂદી પડી હતી.

કેનાલમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે ત્રણેય પાણીમાં તણાઈ ગયા હતા. બચાવો-બચાવોનો અવાજ સાંભળતા જ આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા. ટ્રાફિક પોલીસ પણ નજીકમાં હોવાથી પહોચી ગઈ હતી. દરમિયાન એક વ્યક્તિએ મહિલા ને પાણીમાં જોઈ તો તેણે એક ટ્રક રોકી હતી અને તેમાંથી દોરડું લઇને પાણીમાં ફેંકી દીધું હતું.

જેથી એક મહિલા તેને પકડીને બહાર આવી હતી. તે આયુષ ની માતા હતી. ખૂબ જ મહેનત બાદ બંને કાકી અને ભત્રીજાઓને પણ લગભગ 6 કિલોમીટર આગળ નહેરમાંથી બહાર કઢાયા હતા.બંનેને ગંભીર હાલતમાં સફિદો સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે બંનેના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરી પરિવારજનોને સોંપ્યા હતા.

Back to top button