BusinessIndiaNews

ભારતમાં Renault એ સૌથી સસ્તી SUV લોન્ચ કરી, કિંમત છે આટલી જ

Renault Kiger એ ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે. ફ્રેન્ચ કાર ઉત્પાદક રેનોએ તેની એસયુવી કિગરને 5.45 લાખ રૂપિયાના પ્રારંભિક ભાવે લોન્ચ કરી છે ભારતીય બજારમાં તે મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, હ્યુન્ડાઇ વેન્યુ, ટાટા નેક્સન, મહિન્દ્રા એક્સયુવી 300, કિયા સોનેટ અને નિસાન મેગ્નાઇટ જેવી કાર સાથે સ્પર્ધા કરશે.

ગ્રાહકો ઘણા સમયથી રેનો કીગરની કિંમતની રાહ જોઈ રહ્યા છે. હવે કંપનીએ આ સેગમેન્ટમાં સૌથી સસ્તી કોમ્પેક્ટ એસયુવી શરૂ કરીને આ સેગમેન્ટમાં અન્ય કંપનીઓ ને એક પડકાર પણ આપ્યો છે. રેનો કિગારની પ્રારંભિક કિંમત 5.45 લાખ રૂપિયા છે અને ટોપ મોડેલની કિંમત 9.55 લાખ રૂપિયા છે.

ભારતીય બજારમાં કોમ્પેક્ટ એસયુવીની વધતી માંગને જોતાં હવે રેનો આ સેગમેન્ટમાં પ્રવેશ કરી ચૂકી છે. શાનદાર દેખાવ એ એસયુવી ની વિશેષતા હોય છે. રેનો કીગરની વાત કરીએ તો કંપનીએ તેના દેખાવ પર વિશેષ ધ્યાન આપ્યું છે. રેનોએ કિગરને 4 મોડેલ સાથે લોન્ચ કરવામાં આવી છે.

ભારતીય બજારમાં રહેલી દરેક કાર કરતા રેનો નો દેખાવ અલગ જ હોય છે. અગાઉ ભારતીય બજારમાં સૌથી સસ્તી કોમ્પેક્ટ એસયુવી નિસાન મેગ્નાઇટ હતી, જે શરૂઆતમાં રૂ.4.99 લાખના ભાવે લોન્ચ કરવામાં આવી હતી, અને ત્યારબાદ તેને વધારીને 5.49 લાખ રૂપિયા કરવામાં આવી હતી.

Back to top button