IndiaNews

બસ 22 ફૂટ ઊંડી નહેરમાં ખાબકી, 54 મુસાફરોમાંથી 47 ના મૃતદેહો મળ્યા

મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં વહેલી સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરો સાથે સત્ના જઇ રહેલી બસ 22 ફૂટ ઊંડી બાણસાગર કેનાલમાં પડી હતી. અત્યાર સુધીમાં 47 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં 21 પુરુષો, 18 મહિલાઓ અને એક બાળક શામેલ છે.

કેટલાક લોકો તણાઈ ગયા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. એક મહિલા, એક છોકરી અને તેના ભાઈ દ્વારા બચાવ ટીમ પહોંચતા પહેલા સાત મહિલાઓને બચાવી લેવામાં આવી હતી. બસનો ચાલક બહાર નીકળી ગયો હતો અને બાદમાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

રામપુર નૈકીન પાસેના સારાડા ગામે આ અકસ્માત થયો હતો. આ સ્થળ સીધી થી 80 કિલોમીટર અને સતનાથી 100 કિલોમીટર દૂર છે. સવારે 6 વાગ્યે બસ સીધીથી નીકળી હતી. તે 32 લોકોને બેસાડી શકે છે, પરંતુ ડ્રાઇવરે 54 મુસાફરો ને બેસાડ્યા હતા. તેમાંથી મોટા ભાગના સીધી અને સિંગરૌલી જિલ્લાના રહેવાસી હતા. સત્ના અને એનટીપીસીને રેલ્વે, એનટીપીસી અને નર્સિંગની પરીક્ષા આપવા માટે તેમના માતા અથવા પિતા સાથે બસમાં 12 છોકરાઓ અને છોકરીઓ પણ સવાર થયા હતા.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બસનો પાછળનો ભાગ કેનાલ નાં ઢાળ તરફ જવા લાગ્યો હતો. ડ્રાઇવરે બ્રેક લગાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બ્રેક લાગી નહી અને બસ બેકાબૂ થઈને કેનાલમાં પડી ગઈ. સતનામાં નોંધાયેલ આ બસ જબલનાથ પરિહાર ટ્રાવેલ્સથી જોડાયેલ હતી.

જે કેનાલમાં અકસ્માત થયો છે ત્યાં બાણસાગર જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે. અકસ્માત સમયે પાણીનો વધુ પ્રવાહ હતો. આને કારણે મુસાફરોને બચવાની તક મળી ન હતી. માનવામાં આવે છે કે જોરદાર પ્રવાહ હોવાને કારણે મુસાફરો સ્થળ પરથી ખૂબ દૂર નીકળી ગયા હશે. જ્યારે બચાવ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે બસ 22 ફૂટ ઊંડી નહેરમાં ડૂબી ગઈ હતી.

Back to top button