health

વાળ ખરવા,સફેદ થવા, વધવા નહી જેવી અનેક સમસ્યાઓ માટે ડુંગળી નો રસ ફાયદાકારક, આવી રીતે કરો ઉપયોગ

વાળ ચહેરાની સુંદરતાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. દરેક લોકો ઇચ્છે છે કે તેના વાળ લાંબા, જાડા અને કાળા હોય, જેથી તેનો ચહેરો હંમેશા ભરાવદાર અને સુંદર દેખાય. જો કે આજકાલ નબળી જીવનશૈલીને કારણે મોટાભાગના લોકોને વાળ સંબંધિત ઘણી સમસ્યાઓ ઉપાય ડુંગળીનો રસ છે. જાણો કે કેવી રીતે ડુંગળીનો રસ તમારા વાળ માટે ફાયદાકારક છે, વાળ નાંખીને તેનાથી કેવી રીતે કાબુ મેળવી શકાય છે.

વાળ સંબંધિત સૌથી સામાન્ય સમસ્યા વાળ ખરવાની છે. જ્યારે હવામાન બદલાય છે ત્યારે મોટાભાગના લોકો ને વાળ ખરવાની સમસ્યા થાય છે. ઘણી વખત લોકો વાળ ખરવાનું કારણ અન્ય રોગ સમજતા હયો છે ડરી પણ જતા હોય છે.

ઘણા લોકો ને એવી પણ સમસ્યા હોય છે કે તેમના વાળ વધતા નથી એટલે કે ગ્રોથ ઓછો છે. આ સમસ્યા ત્યારે વધુ તીવ્ર બને છે જ્યારે વાળ સતત ખરી રહ્યા હોય પણ ગ્રોથ એકદમ ધીમો થઇ ગયો હોય.કોઈને રફ અને કડક વાળ પસંદ નથી. તમારા વાળ કેટલા લાંબા છે તે મહત્વનું નથી, પરંતુ જો તેમાં કોઈ ચમક નથી, તો તે દેખાવમાં ખરાબ લાગવા લાગે છે. વાળને લગતી આ સમસ્યા ઘણા લોકોમાં પણ થાય છે.

આજકાલ મોટાભાગના લોકો બાળકો કે તેથી વધુ ઉંમરના હોય તેમને પણ વાળ અકાળે સફેદ થઈ રહ્યા છે. વાળ સફેદ થવા પાછળ અનેક કારનો હોય છે જેમાં ક્યારેક શરીરમાં કંઇક ખામી ને કારણે અને ક્યારેક હોર્મોન્સ બદલાવાના કારણે થાય છે.

જો તમે વાળ ખરવાની અને ખોડા ની સમસ્યાથી પરેશાન છો, તો ડુંગળીનો રસ તમારી સમસ્યા પર કાબૂ મેળવી શકે છે. આ માટે, તમે ફક્ત મધ સાથે ડુંગળીનો રસ મિક્સ કરો અને તેને તમારા વાળમાં લગાવો, જેથી તમારી સમસ્યા થોડા દિવસોમાં દૂર થઈ જશે.

જો તમારા વાળ વધતા ન હોય તો પણ ડુંગળીનો રસ ખુબ ઉપયોગી સાબિત થશે. આ માટે, ફક્ત ડુંગળીના રસમાં ઓલિવ તેલ મિક્સ કરો.ડુંગળીનો રસ અને ઓલિવ તેલ સમાન પ્રમાણમાં મિક્સ કરો. આ પછી વાળને બરાબર માલિશ કરો. લગભગ એક કલાક પછી વાળને નવશેકું પાણીથી ધોઈ લો.

જો તમે સફેદ વાળની ​​સમસ્યાથી પરેશાન છો, તો પણ તમારે ડુંગળીનો રસ લગાવવો જોઈએ. આ સફેદ વાળની ​​સમસ્યાને નિયંત્રિત કરશે.ડુંગળીનો રસ લો અને તેને માથાની ઉપરની ચામડી પર માલિશ કરો. તેને લગભગ 15 થી 20 મિનિટ સુધી એમનેમ રહેવા દો. આ પછી તેને હળવા ગરમ પાણીથી ધોઈ લો. જો તમારા વાળમાંથી ડુંગળીની ગંધ આવી રહી છે, તો પછી તમે થોડું શેમ્પૂ લગાવીને તમારા વાળ ધોઈ લો.

Tags
Back to top button